News Continuous Bureau | Mumbai
1 એપ્રિલ, 2023 થી, રસ્તા પર દોડતા 15 વર્ષ જૂના, 9 લાખ વાહનો ( Govt vehicles ) ભંગાર થઈ જશે. સર્કુલર ઈકોનોમી અને વધતા પ્રદૂષણને ઘટાડવા માટે ભારત સરકારના રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે 15 વર્ષથી વધારે જૂના થયેલા તમામ સરકારી વાહનોનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. તેમાં રજીસ્ટ્રેશનને રિન્યૂઅલ કરવામાં આવેલી ગાડીઓ પણ સામેલ છે, આ તમામ કારને રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર ભંગારમાં મોકલવામાં આવશે. એક કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.
સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી
ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર ઇથેનોલ, મિથેનોલ, બાયો-સીએનજી, બાયો-એલએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને સરળ બનાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે. વધુમાં, નીતિન ગડકરીએ કહ્યું કે, હવે નવ લાખથી વધુ સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી છે, જે 15 વર્ષથી વધુ જૂના છે. તે જ સમયે, પ્રદૂષિત બસો અને કારોને રસ્તા પરથી હટાવવામાં આવશે અને વૈકલ્પિક ઇંધણ સાથે નવા વાહનો તેમની જગ્યાએ દોડશે.
આ સમાચાર પણ વાંચો : સંસદમાં રજૂ કરાયો આર્થિક સર્વે, જાણો કેવું છે ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય.
મહત્વનું છે કે ગયા વર્ષે, યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓ દરેક શહેરના કેન્દ્રથી 150 કિલોમીટરની અંદર ઓછામાં ઓછી એક ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ સુવિધા વિકસાવવા માગે છે. સાથે તેમણે દાવો કર્યો હતો કે દેશમાં સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનું વાહન સ્ક્રેપિંગ હબ બનવાની ક્ષમતા છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની તાજેતરની સૂચના મુજબ, 1 એપ્રિલથી, કેન્દ્ર અને રાજ્ય સરકારોની માલિકીના તમામ વાહનો, જેમાં પરિવહન નિગમોની માલિકીની બસો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જે 15 વર્ષથી વધુ જૂના છે, તેમની નોંધણી રદ કરવામાં આવશે.
જોકે, આ નિયમ માત્ર પરિવહન વિભાગ અને જાહેર ક્ષેત્રના વાહનો પર જ લાગુ પડશે. આ નિયમ દેશના સંરક્ષણ તેમજ વ્યવસ્થા અને આંતરિક સુરક્ષાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા બખ્તરબંધ અથવા તેના જેવા વિશેષ વાહનોને લાગુ પડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું