Site icon News Continuous Bureau | Mumbai

Hariyana : ત્રણ ધારાસભ્યોનું સમર્થન પાછું ખેંચવાથી સૈની સરકાર મુશ્કેલીમાં, જાણો હરિયાણા વિધાનસભાનું ગણિત

Hariyana : લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ સરકારને અપક્ષ ધારાસભ્યોએ આંચકો આપ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપમાંથી સમર્થન પાછું ખેંચતા કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.

Haryana Saini

Haryana Saini

ભાજપને ટેકો આપતા ત્રણ અપક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મંગળવારે ત્રણેય ધારાસભ્યો રોહતક પહોંચ્યા અને વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી. દાદરીથી અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, પુંડરીથી રણધીર ગોલન અને નીલોખેરીથી ધરમપાલ ગોંધરે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.

Hariyana : હાલમાં હરિયાણા વિધાનસભામાં 90માંથી 88 સભ્યો છે.

 હાલમાં વિધાનસભાના 88 ધારાસભ્યોમાંથી 40 ભાજપના, 30 કોંગ્રેસના, 10 જેજેપીના, એક INLD અને એક હરિયાણા લોકહિત પાર્ટીના છે. હાલમાં છ સભ્યો અપક્ષ છે. જેમાંથી ત્રણ કોંગ્રેસના સમર્થનમાં છે અને બે ભાજપના સમર્થનમાં છે. ભાજપને 88 બેઠકો પર બહુમત માટે 45નો આંકડો જોઈએ. જેમાંથી 40 ધારાસભ્યો ભાજપના પોતાના છે, બે અપક્ષ છે અને હાલોપાના એક ધારાસભ્યને ભાજપનું સમર્થન છે. 

Join Our WhatsApp Channel
  Bisleri Clarification on FSSAI – બિસલેરી વિવાદ: ‘અમારું પાણી પીવા માટે સંપૂર્ણ સુરક્ષિત’, FSSAI ના આરોપો પર બિસલેરીએ કરી સ્પષ્ટતા 
 Silver Price Global Crash – ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો! ઐતિહાસિક ટોચ પરથી 64% તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા, હવે ખરીદવી કે વેચવી?
Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Exit mobile version