News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન ( PM ) મોદીનાં માતા હીરાબા ( Heeraben Modi ) પંચમહાભૂતમાં વિલીન ( Cremated ) થઈ ગયાં છે. પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. આ દરમિયાન આખો પરિવાર હાજર હતો. મુખાગ્ની આપતી વખતે પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાયા. ગુજરાતના ગાંધીનગરમાં ( Gandhinagar ) એક સ્મશાનભૂમિમાં સાદગીપૂર્ણ રીતે તેમના અંતિમ સંસ્કાર ( Last Rites ) કરવામાં આવ્યા હતા.
હીરા બાનું શુક્રવારે એટલે કે આજે સવારે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરા બાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાના નિધનની જાણકારી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
PM Modi performing the last rites of his mother. Losing mother is the biggest loss in one’s life. May God give @narendramodi the strength to bear the pain.pic.twitter.com/SArc0Ejqa6
— Abhishek (@AbhishekSay) December 30, 2022
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓની ચિંતા વધી! વિદેશથી પરત આવેલ આટલા મુસાફર કોરોના પોઝિટિવ.. મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ
Join Our WhatsApp Community