News Continuous Bureau | Mumbai
Biporjoy: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ(Heavy Rainfall) વરસી રહ્યો છે, બિપરજૉયના લેન્ડફૉલ બાદ પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ભારે તબાહી જોવા મળી હતી, આ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે.
હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી.
મહત્વનું છે કે, ગુજરાત(Gujarat) રાજ્યમાંથી બિપરજૉય(Biparjoy) વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.
બીજા દિવસે 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ જૂનાગઢમાં નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે રાજ્યના કુલ 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને બનાસકાંઠામાં 3 થી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 70થી વધુ તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ વરસાદ પડ્યો હતો. ગાંધીધામમાં 8 ઈંચ, ભુજમાં 6, અંજાર અને મુદ્રામાં 5-5, ખંભાળિયામાં 4, જામનજોધપુરમાં 3.64 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ, દ્વારકા અને કલ્યાણપુરમાં 3 થી 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. શુક્રવારે રાજ્યના કુલ 200 તાલુકાઓમાં વરસાદ થયો હતો.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશરમાં બદલાશે, ડિપ્રેશર બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે. અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.
આ સમાચાર પણ વાંચો: સિડકો દ્વારા મસ્જિદ માટે જમીન ફાળવવા સામે હિન્દુ જૂથનો વિરોધ