Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલી, કાંદીવલી અને મલાડ માં ખંડણીખોરો નો વધતો ત્રાસ. મહાનગર પાલિકાના કર્મચારી હોવાની વાત કરી, પૈસા પડાવે છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

હાલ ઉત્તર મુંબઈ એટલે કે બોરીવલી, કાંદિવલી અને મલાડ માં ખંડણીખોરો નો ત્રાસ ગણો વધી ગયો છે. વાત એમ છે કે જે ઘરમાં રિપેરિંગ ચાલતું હોય ત્યાં મુંબઈ મહાનગરપાલિકા નું આઇડી કાર્ડ દેખાડીને પોતે પાલિકા કર્મચારી હોવાનો દાવો કરીને સામાન્ય મુંબઈકર ને હેરાન કરવામાં આવી રહ્યા છે. બાંધકામ માટે પરવાનગી છે કે કેમ? કર્મચારીઓએ માસ્ક પહેર્યા છે કે કેમ? ઘરની બહાર સામાન કેમ પડ્યો છે? આવા પ્રકારના પ્રશ્નો પૂછીને રીપેર કરાવનાર ની પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

આ તોડ પાણીમાં મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ સામેલ છે. 

ન્યૂઝ કંટીન્યૂઝ ની ટીમ દ્વારા તપાસ કરતાં ખબર પડી છે કે મુંબઈ મહાનગરપાલિકાએ માર્શલ રાખવાના બહાને તોડ-પાણી કરનારાઓને આઇડી કાર્ડ આપી દીધા છે. આ તમામ લોકો સ્વચ્છતાના પહેરેદાર બનીને ઠેકઠેકાણે ફરે છે. તેમજ લોકો પાસેથી બસો પાંચસો રૂપિયાથી માંડીને હજારો રૂપિયાનો તોડ કરી નાખે છે. 

જોવાની વાત એ છે કે આ રીતે પૈસા વસુલ નારાઓ પર મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીઓ કોઈ પગલાં નથી લઇ રહ્યા. જેને કારણે પાલિકાની છબી ખરાબ થઈ રહી છે.

 

Nepal Floods Missing Indians Presumed Dead નેપાળમાં પૂરમાં તણાયેલા ૨૧૩ ભારતીયોની હવે કોઈ આશા નહીં? સરકારે મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી વાંધાસૂચનો મંગાવ્યા
  Congress vs BJP on Constitution Day 2026 – આજે  બંધારણ દિવસ, કોંગ્રેસ અને BJP આમને-સામને, ખડગે લખનૌમાં તો અમિત શાહ દિલ્હીમાં કરશે કાર્યક્રમ
Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Exit mobile version