Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના કુલ કેસમાં ભારત બીજા નંબરે, તો આ દેશ છે પહેલા ક્રમે; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતમાં છેલ્લા થોડાક દિવસથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં આંશિક રીતે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગયા બે દિવસમાં આ આંકડો ત્રણ લાખથી નીચે રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૨.૫ કરોડ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. અમેરિકામાં કુલ કેસનો આંકડો 3.૩૭ કરોડને પાર કરી ગયો છે. આ ક્રમમાં ત્રીજા સ્થાને બ્રાઝિલ છે, જ્યાં ૧.૫૬ કરોડ કોરોનાના કુલ કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા ૧૪ દિવસમાં ૫૦ લાખ કોરોના કેસ વધ્યા છે. એ જ સમયે જ્યારે ભારત બે કરોડ કુલ કોરોના કેસનો આંકડો આંબી ગયું હતું, ત્યારે ૧૫ દિવસમાં ૫૦ લાખ કેસ વધી ગયા હતા. અગાઉ, જ્યારે ભારતના કુલ કોરોના કેસ એક કરોડથી વધીને ૧.૫ કરોડ થઈ ગયા હતા, ત્યારે તેને ૧૨૧ દિવસનો સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૬ લાખ નવા કેસ અને ૩,૭૧૯ વધુ મૃત્યુ નોંધાયાં છે. રાજ્ય પ્રમાણે જોઈએ તો ગઈકાલે કર્ણાટકમાં ૩૮ હજાર, તામિલનાડુમાં ૩૩ હજાર અને મહારષ્ટ્રમાં ૨૬ હજાર કેસ નોંધાયા હતા. કોરોનાના સક્રિય કેસ પણ ૧.૫ લાખથી ઘટી ગયા છે.

Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
NDA Two-Thirds Majority Buzz Parliament – સંસદના સત્ર પૂર્વે ભાજપના ‘362’ ના ગણિતથી વિપક્ષ ટેન્શનમાં: લોકસભામાં NDA પાસે બે તૃતીયાંશ બહુમતી હોવાના સંકેતથી ખળભળાટ
Rahul Gandhi Rajiv Gandhi Security Video – રાજીવ ગાંધીની સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનું મોટું નિવેદન: સોનિયા અને પ્રિયંકા ગાંધી સાથેની ‘ટેબલ ટોક’નો વીડિયો શેર કરી જૂની યાદો અને દર્દ વાગોળ્યું
Exit mobile version