ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા.આ સાથે દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. આ દરમિયાન બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે.
રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.