News Continuous Bureau | Mumbai
દેશના માર્ગો પર લગભગ 50 ટકા જેટલા વાહનો વીમા વગર દોડી રહ્યા છે ત્યારે વીમા વગર દોડતા વાહનોને ભૂતકાળ બનાવવા માટે મોદી સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર હેલ્મેટના હોય તેઓને હેલ્મેટ આપવામાં આવ્યા હોવાનું તમે સાંભળ્યું હશે, પરંતુ હવે વીમા વગર દોડતા વાહનોને ચેકિંગમાં પકડી પાડી અને વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ વીમો ઉતરાવવામાં આવે તેવું આયોજન ચાલી રહ્યું છે. એટલે કે જે વાહનો પાસે મોટર ઈન્સ્યોરન્સ પોલિસી નથી, તેઓ તરત જ ટ્રાફિક ચેકિંગમાં પકડાઈ જશે અને સ્થળ પર જ વીમો આપી પૈસા પણ લેવામાં આવશે, જેમના પૈસા ફાસ્ટેગ દ્વારા કરવામાં આવશે. આ માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
મહત્વનું છે કે રસ્તા પર દોડતા વાહનોના ડોક્યુમેન્ટમાં વિમોએ મહત્વનો ભાગ ભજવતો હોય છે ત્યારે જો કોઈ વાહન મોટર ઈન્સ્યોરન્સ પોલિસી વગર રોડ પર દોડતું હોય તો માલિક દંડને પાત્ર બને છે. આ નિયમમાં હવે મોટાપાયે બદલાવ થવા જઇ રહ્યો છે. જેમાં હવે દંડની સાથે ‘ઓન ધ સ્પોટ’ વાહન વીમો પણ ખરીદવો પડશે, આ માટે વીમાની રકમ ફાસ્ટેગમાંથી જ કપાઈ જશે. આ અંતર્ગત પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ હાઇવે મંત્રાલયની વાહન એપની મદદથી હેન્ડહેલ્ડ ડિવાઇસમાંથી વાહનની સંપૂર્ણ માહિતી મેળવશે.
આ સમાચાર પણ વાંચો : લીંબુએ દાંત કર્યા ખાટા, ઉનાળો શરૂ થતાં જ માંગ અને ભાવમાં થયો વધારો.. જાણો કેટલા વધ્યા..
જો વાહનનો વીમો નથી, તો પરિવહન વિભાગના નેટવર્ક સાથે જોડાયેલી સામાન્ય વીમા કંપનીઓ પાસેથી તરત જ પોલિસી ખરીદવાનો વિકલ્પ હશે. બેંકો અને વીમા કંપનીઓ પણ FASTag પ્લેટફોર્મ પર છે. વાહન માલિકને મોટર વીમા પોલિસી ખરીદવાનો વિકલ્પ અને ફાસ્ટેગ દ્વારા વીમાની રકમ પેમેન્ટની જોગવાઈ પણ હશે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું કે કાઉન્સિલની બેઠકમાં સ્પોટ ઈન્સ્યોરન્સ પર પણ ચર્ચા થઈ હતી. તેના અમલીકરણ માટે હવે ભલામણો તૈયાર કરવામાં આવી રહી છે. 17 માર્ચની બેઠકમાં તેની ચર્ચા થશે.
Join Our WhatsApp Community