આખરે 40 વર્ષ બાદ ભારતને મળી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની યજમાની, 2023માં અહીં યોજાશે આ ગ્રેટ ઇવેન્ટ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

શનિવાર 

ભારતને 40 વર્ષ બાદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સેશનની મેજબાની કરવાની ફરી તક મળી છે.

ભારતે ચીનના બેઈજિંગમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના 139માં સત્રમાં તેની મેજબાનીની બોલી જીતી છે. 

ભારતનો પક્ષ સાંભળ્યા બાદ ઓલિમ્પિક સંઘે ભારતને આઈઓસીની મેજબાની સોંપવાનો નિર્ણય કર્યો છે. 

વર્ષ 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશન યોજાશે. 

ઈન્ટરનેશનલ ઓલિમ્પિકની મેજબાની કરવાની ભારતને બીજી વાર તક મળી છે આ પહેલા 1983માં દિલ્હીમાં આ સેશનનું આયોજન થયું હતું. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More