Site icon News Continuous Bureau | Mumbai

જેનો ડર હતો એ જ થયું, વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, અત્યાર સુધીમાં આટલા રાજ્યમાં પહોંચ્યો, સામે આવ્યા 115 કેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

ઓમિક્રોન અને કોરોના મહામારીએ વિશ્વભરમાં માથું ઉંચક્યું છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ૧૧ રાજ્યોમાં આવ્યો છે ત્યારે દેશમાં 115 કેસ આવતાં હડકંપ મચ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આઠ, દિલ્હીમાં ૧૨, કેરળ, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કુલ ૪૦, દિલ્હીમાં ૨૨, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૮, તેલંગાણામાં ૮, ગુજરાતમાં ૭, કેરળમાં ૭, ઉત્તર પ્રદેશમાં ૨, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ નોંધાયા છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે. દેશવાસીઓએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. નહીં તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. 

બ્રિટનમાં કોરોના બાદ ઓમિક્રોનનો વિસ્ફોટ. એક દિવસ માં 80 હજાર થી વધુ કેસ.

Delimitation Formula UP Bihar Loss નવી સીમાંકન ફોર્મ્યુલાથી યુપીબિહારને નુકસાન! દેશના આ ૫ રાજ્યોને થશે સૌથી મોટો ફાયદો, સમજો બેઠકોનું સંપૂર્ણ ગણિત
Delimitation Bill Rift in INDIA Bloc ઈન્ડિયા ગઠબંધનમાં તિરાડ! RJD સાંસદે કર્યું સીમાંકન બિલનું સમર્થન, તો સુપ્રિયા સુલેએ હાલ અંતર જાળવ્યું
Delimitation Amendment Bill Approved કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય સીમાંકન સુધારા બિલને મંજૂરી, બેઠકોમાં ૫૦ ટકા વધારાના પ્રસ્તાવ પર લાગી મહોર
Parliament Session મોદી કેબિનેટનું મંથન પૂર્ણ, સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન અને મહિલા અનામત પર મોટા નિર્ણયની રાહ
Exit mobile version