ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
લદ્દાખના તમામ ગામોના વીજળીકરણની ભલામણ કરી છે. ખાસ કરીને ચુમાર અને ડેમચોક જેવા ઝીરો બોર્ડર પર આવેલા ગામો. આના દ્વારા લોકોનું સ્થળાંતર રોકવામાં પણ મદદ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં ઘણો સમય લાગશે. સરકારે આ સંદર્ભે જરૂરી પગલાં લેવા વીજ મંત્રાલયને પણ વિનંતી કરી છે. વર્ષ ૨૦૨૦ માં, મ્છડ્ઢઁ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે સરહદથી ૦-૫૦ કિમીના અંતરે આવેલા ગામોને સંપૂર્ણપણે આવરી લેવા જાેઈએ. ઈન્ટરનેટ અને વીજળીની સરળ ઍક્સેસ સીમાંત ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવશે, જે સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.ભારત લદ્દાખમાં ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. લદ્દાખના ચુમાર અને ડેમચોક અને અન્ય મહત્વના સ્થળોએ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારે સંસદીય સમિતીને જણાવ્યું છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ સરહદી વિસ્તારો સાથેના ૧૪,૭૦૮ ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સંસદમાં અહેવાલ રજૂ કરતા પેનલને જણાવવામાં આવ્યું હતું કે ૨૩૬ રહેણાંક ગામોમાંથી ૧૭૨માં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમાંથી ૨૪ ગામોમાં ૩ય્ અને ૭૮ ગામોમાં ૪ય્ નેટ કનેક્ટિવિટી છે. ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ ૧૮૬૦ સરહદી ગામોમાં સ્થાનિક સરકાર નિર્દેશિકા કોડ વિકસાવવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે ૧૪,૭૦૮ ગામોમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. ડેમચોકના કેટલાક વિસ્તારોમાં ૪જી સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી જવાનો અને તેમના પરિવારો વચ્ચે વાતચીતની સુવિધા પણ મળી છે.