News Continuous Bureau | Mumbai
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીર (Jammu kashmir) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 5 આતંકી(Terrorist) ઓની ધરપકડ કરી છે. આ સાથે તેમના કબજામાંથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. પોલીસે બડગામ (budgam) જિલ્લામાંથી આતંકવાદીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે મળીને આ 5 આતંકવાદી સહયોગીઓની ધરપકડ(Arrest) કરી છે. આ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસ અને સેના (62 આરઆર) એ મળીને બડગામ જિલ્લાના ખાગ વિસ્તારમાં 05 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે.
લીસે કરી ઓળખ
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓની ઓળખ રઉફ અહમદ વાની, હિલાલ અહમદ મલિક, તૌફિક અહમદ ડાર, દાનિશ અહમદ ડાર, મંજૂર અહમદ ડાર અને શૌકત અલી ડાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(LeT)સાથે સંકળાયેલા છે.
આ સમાચાર પણ વાંચો: Health Tips : તમારા વજન ઘટાડવાના પ્રયત્નોને નાકામ કરી દેશે દરરોજ ખાવામાં આવતા આ 6 ખાદ્યપદાર્થો..
પીઓકેમાં ઘણા આતંકી કેમ્પ
પોલીસે વધુમાં જણાવ્યું કે તેમના કબજામાંથી વાંધાજનક સામગ્રી મળી આવી છે. મળી આવેલી તમામ સામગ્રી વધુ તપાસ માટે જપ્ત કરી લેવામાં આવી છે. પોલીસે આ આતંકવાદીઓ વિરુદ્ધ ખાગ પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબા એક આતંકવાદી સંગઠન છે, તેનો વડા હાફિઝ મોહમ્મદ સઈદ છે. હાલમાં તે લાહોરથી આ સંસ્થા ચલાવે છે. આ સંગઠન પાકિસ્તાન અધિકૃત પીઓકે(POK)માં ઘણા આતંકવાદી કેમ્પ ચલાવે છે.