News Continuous Bureau | Mumbai
આજે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતીય સેનાની સલામી લીધી. ત્યારે આજે પરેડ ચાલી રહી છે અને એમાં આપણે સૌ જોઈએ છીએ કે ભારતની ત્રણ સેનાઓ પરેડ કરી રહી છે અને તિરંગાને સલામી આપી રહી છે.
તમને જણાવી દઈએ કે જળ, થલ અને વાયુ એમ ત્રણેય સેનાઓની સલામ કરવાની રીત અલગ-અલગ છે. આ સલામ કરવાની રીતનું એક અલગ જ મહત્ત્વ છે. એટલા માટે આજે અમે તમને ભારતીય સેનાની સલામી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે શા માટે ત્રણેય સેના અલગ-અલગ સલામી આપે છે અને તેનું શું મહત્ત્વ છે.
ભારતીય થલ સેના
સેનાના અધિકારીઓ અને સૈનિકો હંમેશા ખુલ્લા પંજા અને જમણા હાથથી સલામી આપે છે. સલામી કરવા દરમિયાન, તેમની બધી આંગળીઓ આગળની તરફ ખુલ્લી હોય છે અને અંગૂઠો તેમની સાથે જોડાયેલો હોય છે. આ વરિષ્ઠ અને ગૌણ અધિકારીઓને આદર દર્શાવવાની એક રીત છે. આ સાથે તે એ પણ જણાવે છે કે તેમના હાથમાં કોઈ હથિયાર નથી.
આ સમાચાર પણ વાંચો: મ્હાડાના રહેવાસીઓને મોકલાવેલી બાકી ભાડાની વસુલાત નોટિસ પર ઇડી સરકારે મુક્યો સ્ટે…
ભારતીય નૌકાદળ
ભારતીય નૌકાદળની સલામી દરમિયાન હથેળીને માથા પર એવી રીતે રાખવામાં આવે છે કે હથેળી અને જમીન વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. આ સલામી પાછળનું કારણ નૌકાદળમાં કામ કરતા ખલાસીઓ અને સૈનિકોની ગંદી હથેળીઓ છુપાવવાનું છે. જહાજ પર કામ કરતી વખતે ઘણી વખત જવાનોના હાથ ગ્રીસ અને તેલથી ગંદા થઈ જાય છે.
ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેનાએ તેના તમામ સૈનિકો અને અધિકારીઓ માટે વર્ષ 2006માં સલામીનું નવું સ્વરૂપ રજૂ કર્યું હતું. અગાઉ એરફોર્સની સલામીની પદ્ધતિ પણ આર્મી જેવી હતી. હવે એરફોર્સના જવાનો એવી રીતે સલામ કરે છે કે તેમની હથેળી જમીનથી 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આને આર્મી અને નેવી વચ્ચેની સલામી કહી શકાય.
આ સમાચાર પણ વાંચો: 7 વર્ષના ઝઘડા પછી અચાનક અડધી રાતે આમિરના ઘરે પહોંચ્યો સલમાન ખાન, જાણો શું છે કારણ