News Continuous Bureau | Mumbai

Shefali Sharan: મનીષ દેસાઈની થઇ સેવાનિવૃત્તિ; હવે આ મહિલાના હાથમાં રહેશે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની કમાન..

Shefali Sharan: શ્રીમતી શેફાલી શરણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યો

News Continuous Bureau | Mumbai 

Shefali Sharan: શ્રીમતી શેફાલી બી. શરણે ગઈ કાલે શ્રી મનીષ દેસાઈની સેવાનિવૃત્તિ બાદ આજે પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ( Principal Director General ) , પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી શરણ ભારતીય માહિતી સેવાના 1990 બેચના અધિકારી છે. 

Join Our WhatsApp Channel

ત્રણ દાયકાથી વધુની પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે નાણાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય ( Ministry of Information and Broadcasting ) જેવા મંત્રાલયો માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના અધિકારી તરીકે મોટાભાગે મીડિયા પ્રચાર કાર્યની દેખરેખ રાખવાનો કેડર પોર્ટફોલિયો સંભાળ્યો છે. તેમણે ભારતના ચૂંટણી પંચના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે.

Ms. Shefali Sharan assumed charge as Principal Director General, Press Information Bureau.

Ms. Shefali Sharan assumed charge as Principal Director General, Press Information Bureau.

આ ઉપરાંત, તેમણે કેડર પોસ્ટ પર કામ કરવા ઉપરાંત આરોગ્ય મંત્રાલય (પરંપરાગત સિસ્ટમ્સ ઓફ મેડિસિન/આયુષ વિભાગ (2002-2007) અને નાણા મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ 2013-2017)માં ડિરેક્ટર તરીકે સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ ડેપ્યુટેશન પર કામ કર્યું છે. OSD (માહિતી અને પ્રસારણ મંત્રાલયની માહિતી નીતિ, 2000-2002) તેમજ 2007-2008માં LSTV, લોકસભા સચિવાલયમાં વહીવટ અને નાણાં નિયામક તરીકે સેવા આપી છે.

Ms. Shefali Sharan assumed charge as Principal Director General, Press Information Bureau.

આ સમાચાર પણ વાંચો :  RBI: RBIની સ્થાપનાને પૂરા થયા 90 વર્ષ, વડાપ્રધાને સમારંભને કર્યું સંબોધન; કહ્યું-છેલ્લાં 10 વર્ષમાં જે થયું તે તો માત્ર ટ્રેલર છે.. જાણો બીજું શું કહ્યું..

પદભાર સંભાળ્યા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ( Press Information Bureau ) વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શ્રીમતી શરણનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version