My Home India Award : નેહરુએ ચીની આક્રમણ વખતે સરહદી આ વિસ્તારના લોકોને તરછોડી દીધા હતા – સુનીલ દેવધર

20 ઓક્ટોબર, 1962ના રોજ ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સીમા ક્ષેત્રના રાજ્યોને ભગવાન ભરોસે છોડી દીધા હતા, ભાજપના રાષ્ટ્રીય સચિવ અને 'માય હોમ ઈન્ડિયા' સંસ્થાના સંસ્થાપક સુનીલ દેવધરે પંડિત જવાહરલાલ નેહરુ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ચીની આક્રમણ વખતે નહેરુ દિલ્હીમાં બેઠા હતા અને 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ' નો નારો લગાડીને કબૂતર ઉડાડી રહ્યાં હતા.

by Dr. Mayur Parikh
Nehru ditched North East when China attacked India My Home India Award

News Continuous Bureau | Mumbai

‘માય હોમ ઈન્ડિયા’ દ્વારા આયોજિત ‘વન ઈન્ડિયા’ ( India )  એવોર્ડ સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા. આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ( Pema Khandu ) , એવોર્ડ વિજેતા ટેચી ગુબિન ( Techi Gobin ) , પદ્મશ્રી અનુરાધા પૌડવાલ, ડૉ. હરીશ શેટ્ટી, રમેશ પતંગે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાની વાતને આગળ ધપાવતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ ચિત્ર બદલાઈ ગયું છે. મોદીએ પૂર્વોત્તર રાજ્યોને સમસ્યા તરીકે નહીં, પરંતુ પરિવર્તનની તક તરીકે જોયા છે. અગાઉ અરુણાચલ પ્રદેશ રેલવેના નકશામાં નહોતું. પરંતુ મોદીની સરકાર દરમિયાન રેલવે નેટવર્ક કરાયું છે.

Nehru ditched North East when China attacked India My Home India Award

આ સમાચાર પણ વાંચો:  Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

ટેચી ગુબિન વન ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરાયા.

અરુણાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર પૂર્વમાં ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કામ કરનાર ટેચી ગુબિનને આ વર્ષના વન ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું, 70ના દાયકામાં, પૂર્વોત્તર રાજ્યોમાં ધર્માંતરણના કિસ્સાઓ વધવા લાગ્યા પછી, અમે સ્વદેશી ફાઉન્ડેશનની સ્થાપના કરી અને મોટા પાયે સંઘર્ષ શરૂ કર્યો. 2001માં અમે શ્રદ્ધા જાગરણ સંઘની સ્થાપના કરી. આનાથી સ્થાનિકોમાં ધર્મ પ્રત્યેની રુચિ જાગૃત કરવામાં મદદ મળી છે. 1996 થી, સમગ્ર અરુણાચલ પ્રદેશમાં 600 થી વધુ શ્રદ્ધા જાગૃત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આના દ્વારા ઘણા લોકો પોતાના ધર્મમાં પાછા ફરવા લાગ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવાનો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment