2019ના અંત સુધીમાં ચીનમાં કોરોનાનું નામ સંભળાવા લાગ્યું હતું, પરંતુ ભારતમાં પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ આવ્યો હતો. જે બાદ તે જંગલની આગની જેમ ફેલાઈ ગયો. ત્યારથી આ વાયરસ ક્યાંથી આવ્યો તે અંગે ચર્ચા ચાલી રહી છે. તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? નિષ્ણાતોએ આ માટે ચીનની વુહાન લેબને જવાબદાર ઠેરવી હતી પરંતુ ચીને તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નિષ્ણાતો પાસે પણ નક્કર પુરાવા નહોતા. જોકે હવે ત્રણ વર્ષ બાદ આમાં થોડી સફળતા મળી છે. આ વાયરસ ચામાચીડિયા, ઉંદરો દ્વારા નહીં પરંતુ રેકૂન ડોગ્સ દ્વારા ફેલાય છે.
કોવિડ રોગચાળાની ઉત્પત્તિએ ઘણા લાંબા સમયથી સંશોધકોને મૂંઝવણમાં મૂક્યા છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ નિષ્ણાતોની એક આંતરરાષ્ટ્રીય ટીમને પુરાવા મળ્યા છે કે કોરોનાવાયરસ ચેપ રેકૂન કૂતરા દ્વારા ફેલાયો છે. ચીનના વુહાનમાં સીફૂડ માર્કેટમાં આ શ્વાનને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યા હતા.
2020 માં સ્વેબ એકત્રિત કર્યા
રિપોર્ટમાં જણાવાયું છે કે સંશોધકોએ 2020માં હુનાન સીફૂડ હોલસેલ માર્કેટ અને નજીકના વિસ્તારોમાંથી આનુવંશિક ડેટા ફોર્મ સ્વેબ એકત્રિત કર્યા હતા. આ પછી, તેમના સ્વેબનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું. મોટાભાગના સ્વેબ ચેપગ્રસ્ત હતા.
આ સમાચાર પણ વાંચો : ગરમી આવી ગઈ- જો આ 5 બાબતોનું ધ્યાન નહીં રાખો તો સ્કીનની હાલત થઈ જશે ખરાબ, સમય પહેલાં તૈયારી કરી લો
અહેવાલમાં જણાવાયું છે કે પ્રાણીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ફ્લોર, દિવાલો, ગાડી અને પાંજરામાંથી સ્વેબ લેવામાં આવ્યા હતા. તેના ચકાસણી કર્યા પછી જાણવા મળ્યું કે, ત્યાના રેકૂન કૂતરાઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયરસથી સંક્રમિત મળેલા નમૂનાઓ વિશ્લેષણથી જાણવા મળ્યું કે, બજાર વેચાતા રેકૂન કૂતરાઓ વાયરલથી સંક્રમિત હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ સબુત તેના તરફ ઇશારો કરે છે કે, કોરોના વાયરસ આ પ્રાણીથી ફેલાઈ રહ્યો છે.
ત્રણ સંશોધકોની ટીમે સંશોધન કર્યું
વિશ્લેષણનું પ્રતિનિત્વ ત્રણ પ્રમુખ સંશોધકો ક્રિશ્ચિયન અન્ડરસન, માઈકલ વર્બે અને એડવર્ડ હોમ્સે કર્યું હતું. જોકે અત્યારે તે સ્પષ્ટ નથી કે, કોઈ પણ જાનવરથી ફેલાઈ રહ્યો છે, બની શકે છે કે, આ જાનવરને કોઈ સંક્રમિત વ્યક્તિ દ્વારા બજારમાં લાવવામાં આવ્યું હોય.
Join Our WhatsApp Community