News Continuous Bureau | Mumbai
New Delhi: પાકિસ્તાન (Pakistan) થી ભાગીને ભારત (India) માં આવેલી સીમા હૈદર (Seema Haider) અંગે પાકિસ્તાન મોડેથી જાગ્યું છે . ભારત અને પાકિસ્તાનના મીડિયામાં સીમા હૈદર અંગેની ચર્ચાને કારણે આખરે પાકિસ્તાને સીમા હૈદરની નોંધ લીધી છે. પાકિસ્તાન સરકારે ભારતને એ સાબિત કરવા કહ્યું છે કે શું સીમા હૈદર પાકિસ્તાનની છે. સીમા હૈદરને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાને ભારત સરકાર પાસે સીમા હૈદરની રક્ષા કરવાની અને તેને કાઉન્સેલર આપવાની પણ માંગ કરી છે. ભારતે હજુ સુધી પાકિસ્તાનને કોઈ જવાબ આપ્યો નથી.
સીમા હૈદર પાકિસ્તાનથી ગુપ્ત રીતે ભારત આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા અને સોશિયલ મીડિયા (Social Media) માં તેના વિશે ઘણું લખાઈ રહ્યું છે. તેની માહિતી આવી રહી છે. તેના પર અનેક શંકાઓ પણ ઉઠી રહી છે. આથી હાલમાં સીમા હૈદર ચર્ચામાં છે અને પાકિસ્તાની મીડિયાએ પણ તેની નોંધ લીધા બાદ પાકિસ્તાન સરકાર પણ સફાળી જાગી છે.
નેપાળમાં મળ્યા
2019 માં, સચિન અને સીમા PUBG ગેમ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં સચિન અને સીમા નેપાળ (Nepal) ની રાજધાની કાઠમંડુમાં મળ્યા હતા. તેઓ આ જગ્યાએ સાત દિવસ સાથે રહ્યા. જે બાદ તેઓએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જે બાદ સીમા હૈદર પાકિસ્તાનમાં ગઈ હતી અને સચિન ભારત પરત ફર્યો હતો. પાકિસ્તાન આવ્યા બાદ સીમા હૈદરે કરાચીમાં 12 લાખ રૂપિયામાં એક પ્લોટ વેચ્યો હતો. તે પછી, સીમા હૈદરે બાળકોને લઈને નેપાળની ફ્લાઈટ ટિકિટ ખરીદી.
આ સમાચાર પણ વાંચો: Twitter: ટ્વિટર પોતાના યુઝર્સને આપી રહ્યું છે પૈસા… ઘણા લોકોને 5 લાખ રૂપિયા મળ્યા..
દોઢ મહિના નોયડામાં રહ્યા, બાદ પોલિસ ધરપકડ
જે બાદ તે ભારતમાં આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં દોઢ મહિના રોકાયા. ત્યારબાદ પોલીસને ખબર પડી કે એક પાકિસ્તાની મહિલા તેના બાળકો સાથે ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં રહે છે. આ વાત સાંભળતા જ સચિન અને સીમા બાળકો સાથે ભાગી જવાના હતા. પરંતુ 4 જુલાઈએ તે હરિયાણાના વલ્લભગઢમાં ઝડપાઈ ગયા હતા. બંનેની ધરપકડ કરીને લકસર જેલમાં રાખવામાં આવ્યા હતા.
જેવરની એક કોર્ટે બંનેને જામીન આપ્યા હતા..
જો કે, 7 જુલાઈએ જેવરની એક કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. જ્યાં સુધી કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી સીમા સચિન સાથે રહેશે. કોર્ટે આદેશ આપ્યો કે તે ઘર બદલશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર આ વિદેશી મહિલાને લઈને આગળનો નિર્ણય લેશે.
સીમા હૈદરના પતિ ગુલામ હૈદર ઝખરાનીએ મીડિયા સાથે વાતચીત કરી. ગુલામે ભારત સરકારને વિનંતી કરી છે કે મારી પત્ની સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલો. સીમા હૈદરે કહ્યું છે કે તે ભારત નહીં છોડે. હું હિંદુ ધર્મ સ્વીકારીશ. સીમાએ કહ્યું છે કે તે સચિન સાથે ભારતમાં જ રહેશે.