ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈન્ય અથડામણનું પુનરાવર્તન થયું છે. 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ફરી એકવાર ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ. જેમાં 30 જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હવે આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ગત 9 ડિસેમ્બર, 2022ના રોજ પીએલએ પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ચીની સેનાની ઘૂસણખોરીનો પ્રતિકાર કર્યો હતો. આ સમયે બંને પક્ષોની સેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક દુશ્મન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી. આ સંઘર્ષમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. જોકે, એક પણ સૈનિક માર્યો ગયો નથી અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો: મહિલાઓ, શિશુ સાથે ટ્રેનમાં મુસાફરી કરો છો? તો ડોન્ટ વરી, મધ્ય રેલવે આપશે ‘આ’ ખાસ સુવિધા…
ભારતીય સેના સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ મુદ્દો ચીન સમક્ષ પણ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે, ભારતીય સેના આપણી સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે આ યુદ્ધમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. જો કે, હું આ ગૃહને જણાવવા માંગુ છું કે એક પણ સૈનિક માર્યો ગયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપને કારણે ચીની સેના પીછેહઠ કરી છે.