News Continuous Bureau | Mumbai
Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરના ચુકાદામાં કહ્યું છે કે લગ્ન પછી પતિ દ્વારા શારીરિક સંબંધો રાખવાનો ઈન્કાર કરવુ એ આઈપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતા સમાન નથી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ-1995 હેઠળ આ ક્રૂરતા છે. આ સાથે હાઈકોર્ટે 2020માં પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ પત્ની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસને ફગાવી દીધો હતો.
મામલા અનુસાર, પતિએ દહેજ નિષેધ અધિનિયમ, 1961 (Dowry Prohibition Act 1961) ની કલમ 4 અને આઈપીસી (IPC) ની કલમ 498A હેઠળ તેની અને તેના પરિવાર વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્ના (Justice M Nagprasanna) એ સંમતિ આપી હતી કે અરજદાર સામેનો એકમાત્ર આરોપ એ છે કે તે કોઈ આધ્યાત્મિક વિચારનો અનુયાયી છે અને માને છે કે પ્રેમ ક્યારેય શારીરિક સંબંધ પર આધારિત નથી હોતો, તે આત્માથી આત્માનું મિલન હોવું જોઈએ.
પતિ ક્યારેય પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતો ન હતો –
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું, “તે (પતિનો) ક્યારેય તેની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાનો ઈરાદો નહોતો.” જે ચોક્કસપણે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 12(1) હેઠળ ક્રૂરતા સમાન છે, પરંતુ તે IPCની કલમ 498A હેઠળ નિર્ધારિત ક્રૂરતા નથી. એવા કોઈ તથ્યો નથી, જે IPCની કલમ હેઠળ ક્રૂરતા હોવાનું સાબિત કરે.
આ સમાચાર પણ વાંચો: યોગા ડે વોટ્સએપ સ્ટિકર્સ; આ રીતે ડાઉનલોડ કરી શકાય છે.
આ પતિ અને તેના પરિવારની હેરાનગતિ હશે – હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસે પણ કહ્યું કે ફેમિલી કોર્ટે છૂટાછેડા માટે શારીરિક સંબંધો ન રાખવાને ક્રૂરતા ગણાવી હતી. આના આધારે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપવી એ કાયદાનો સતામણી અને દુરુપયોગ સમાન ગણાશે.
શું હતો મામલો?
આ કપલના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા, પરંતુ લગ્નના માત્ર 28 દિવસ બાદ જ પત્નીએ તેનુ સાસરુ છોડી દીધુ હતું. 5 ફેબ્રુઆરી 2020 ના રોજ, પત્ની વતી IPCની કલમ 498A અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે હિંદુ મેરેજ એક્ટ (Hindu Marriage Act) હેઠળ કેસ દાખલ કરીને લગ્ન રદ કરવાની માંગ કરી હતી. 16 નવેમ્બર 2022ના રોજ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા.