Site icon News Continuous Bureau | Mumbai

OBC સમુદાયને કેન્દ્ર સરકારની મોટી ભેટ, લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયું આ બિલ, રાજ્યોને મળ્યો ‘વિશેષાધિકાર’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સુધારા બંધારણીય બીલ પસાર થયું છે. 

રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપનારા 127 માં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઇ છે..

સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી.

હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સહી સાથે તે કાયદા તરીકે અમલમાં આવશે. 

આ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓબીસી અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને ક્વોટા આપવાનો અધિકાર હશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા ક્વોટાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી.

આ રાજ્યમાં સ્થાનિક ભાજપના નેતાની હત્યા કરાઈ, કારમાંથી સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ ; પોલીસે શરૂ કરી તપાસ

Rahul Gandhi Supreme Court Relief – રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, CBI-ED તપાસનો આદેશ રદ; હવે હાઈકોર્ટમાં ફરી થશે સુનાવણી
Umar Khalid Sharjeel Imam Bail Plea – ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, વચગાળાની જામીન અરજી ફગાવી; દિલ્હી પોલીસને નોટિસ
Tirupati Balaji Gold Donation – તિરુપતિ બાલાજીના ચરણે અનોખી શ્રદ્ધા: અજ્ઞાત ભક્તે ₹૧૫૦ કરોડનું ૧૨૧ કિલો સોનું ગુપ્ત દાનમાં આપ્યું
Save Democracy Save Constitution Rally – બંધારણ દિવસે નાગપુરમાં CJPનું શક્તિપ્રદર્શન: ‘લોકશાહી બચાવો, બંધારણ બચાવો’ રેલીનું એલાન
Exit mobile version