News Continuous Bureau | Mumbai
Opposition Meet:ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓ એકતા બતાવવામાં લાગેલી છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાને હવે આઠ નવા પક્ષોએ ટેકો આપ્યો છે, જેઓ બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં હાજરી આપશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુ(Bangalore)ની બેઠકમાં 24 વિપક્ષી રાજકીય પક્ષોના ટોચના નેતાઓ હાજરી આપશે. 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિપક્ષી એકતાની બેઠક યોજાશે.
આ છે નવા આઠ પક્ષો
વિપક્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે બેરીકેટ બનાવી રહ્યો છે. અગ્રણી વિપક્ષી નેતાઓ બિન NDA પક્ષોને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષી એકતાની પ્રથમ બેઠક પટનામાં યોજાઈ હતી. હવે 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં બીજી બેઠક યોજાશે, જેમાં 25 વિપક્ષી પાર્ટીઓના ટોચના નેતાઓ હાજરી આપશે. પટનાની બેઠક બાદ આઠ નવા પક્ષો બેંગલુરુ બેઠકમાં જોડાઈ રહ્યા છે. તેમાં મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ (JOSEPH) અને કેરળ કોંગ્રેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેડીએમકે અને એમડીએમકે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ(BJP)ના સહયોગી હતા.
આ સમાચાર પણ વાંચો: Tea Leaves For Face: ચહેરા પર જોઈએ છે ઇન્સ્ટન્ટ ગ્લો ? આ રીતે ચા પત્તીનો ઉપયોગ કરો, સ્કિન પર દેખાશે જાદુઈ ચમક..
મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun kharge) એ તમામ વિપક્ષી નેતાઓને આપ્યું આમંત્રણ
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ બેંગલુરુ બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસ(Congress) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતાએ વિપક્ષના નેતાઓને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ખડગેએ વિપક્ષી નેતાઓને લખેલા પત્રમાં કહ્યું કે પટનામાં વિપક્ષની બેઠક સફળ રહી. આપણી લોકશાહી ખતરામાં છે. અમે દેશના વિવિધ મુદ્દાઓ પર એક થયા છીએ. જેમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિપક્ષ 2024ની લોકસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે. આપણા માટે ભારતની સમસ્યાઓનો ઉકેલ શોધવો જરૂરી છે. હું તમને વિનંતી કરું છું કે તમે બેંગલુરુમાં 17મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે ડિનર પછીની મીટિંગમાં જોડાઓ.
પટના બેઠકમાં 15 પક્ષો સામેલ થયા હતા
નીતિશ કુમાર(Nitish Kumar) દ્વારા 23 જૂને પટનામાં વિપક્ષી એકતા(opposition meet) ની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 15 પક્ષોએ ભાગ લીધો હતો. તે જ સમયે, બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં લગભગ આઠ નવા પક્ષો ભાગ લેશે. પટના(Patna) માં યોજાયેલી આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો: Mumbai Court: પત્નીને ભરણપોષણ ચૂકવવા સાથે ત્રણ કૂતરાઓના સારસંભાળનો ખર્ચ પણ આપો; બોમ્બે કોર્ટનો પતિને આદેશ