Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટરે કરી મોટી કાર્યવાહી, ભારતમાં પાકિસ્તાન સરકારનું આ પ્લેટફોર્મનું ઓફિશ્યલ એકાઉન્ટ કર્યું બ્લોક

Pakistan government's Twitter account withheld in India

ટ્વિટરે કરી મોટી કાર્યવાહી, ભારતમાં પાકિસ્તાન સરકારનું આ પ્લેટફોર્મનું ઓફિશ્યલ એકાઉન્ટ કર્યું બ્લોક

  News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ટ્વિટરે ભારત સરકારની કાયદાકીય માંગ પર જ પાકિસ્તાન સરકારના એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સરકારનું ટ્વિટર હેન્ડલ @GovtofPakistan છે. હવે આ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

ભારતમાં કોઈ પોસ્ટ દેખાશે નહીં

ટ્વિટર કોઈપણ દેશની અદાલત દ્વારા જારી કરાયેલા આદેશ પર અથવા યોગ્ય કાનૂની માંગ પર તમામ પ્રકારના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે બંધાયેલ છે. હવે પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલી કોઈપણ પોસ્ટ ભારતમાં દેખાશે નહીં. જો કે, હજુ સુધી ન તો ભારત સરકારના IT મંત્રાલય તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી છે અને ન તો પાકિસ્તાન તરફથી આ કાર્યવાહી અંગે કોઈ પ્રતિક્રિયા આવી છે.

આ કાર્યવાહી બાદ ભારતના લોકો આ એકાઉન્ટ જોઈ શકશે નહીં. આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું હોય, આ પહેલા પણ ઘણી વખત આ પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રામ નવમી પર દીપિકા ચીખલિયાએ ચાહકોને આપી સરપ્રાઈઝ, વર્ષો પછી લોકોએ કર્યા રામાયણની માતા સીતાના દર્શન

એકાઉન્ટ ત્રીજી વખત બ્લોક કર્યું

આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. આ પહેલા ઓક્ટોબર 2022માં આ ઓફિશિયલ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. અગાઉ જુલાઈ મહિનામાં પણ ટ્વિટરે પાકિસ્તાન સરકારના આ એકાઉન્ટ પર કાર્યવાહી કરી હતી.

ગયા વર્ષે જૂન મહિનામાં ટ્વિટરે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસના સત્તાવાર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઓગસ્ટમાં ભારતે ભારત વિરોધી સામગ્રી અને નકલી સમાચાર ફેલાવવા બદલ છ YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી એક પાકિસ્તાનથી ચાલી રહી હતી.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version