News Continuous Bureau | Mumbai
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી યુએનજીએમાં, ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું અને તેના આતંકવાદી કૃત્યો પર આકરા પ્રહારો કર્યા છે. આ પાડોશી દેશને આતંકનું આશ્રયસ્થાન કહેવામાં આવ્યું. ભારતે પાકિસ્તાન સામે તેના ‘જવાબના અધિકાર’નો ઉપયોગ કર્યો. આ સાથે, પાકિસ્તાનને સલાહ આપી કે તે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનાર દેશ તરીકે તેનો ટ્રેક રેકોર્ડ જુએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 11મા ઈમરજન્સી સ્પેશિયલ સેશનમાં ભારતીય કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કે પાકિસ્તાને માત્ર પોતાની જાતને અને પોતાના આગળના કામોના રેકોર્ડને એક દેશ તરીકે જોવાના છે, જે આતંકવાદીઓને આશ્રય આપે છે અને સુરક્ષિત આશ્રય પ્રદાન કરે છે અને આવું નિર્ભયતાથી કરે છે. આ માટે તેને સજા પણ નથી થતી.
‘પાકિસ્તાન હંમેશા તોફાની ઉશ્કેરણી જેવા કૃત્યો કરે છે’
તેમણે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને જવાબના અધિકારનો ઉલ્લેખ કરવાની પણ સલાહ આપી, જેનો ઉપયોગ ભારતે ભૂતકાળમાં કર્યો છે. માથુરે કહ્યું કે હું આ પ્લેટફોર્મનો ઉપયોગ એ કહેવા માટે કરી રહ્યો છું કે આ વખતે ભારતે પાકિસ્તાનની તોફાની ઉશ્કેરણીનો જવાબ ન આપવાનું પસંદ કર્યું છે. અમે પાકિસ્તાનના પ્રતિનિધિને તે અધિકારોના રેકોર્ડ્સનો સંદર્ભ લેવાની સલાહ આપીશું જેનો અમે ભૂતકાળમાં ઉપયોગ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપમાં રોકાણથી LICને મોટો ફટકો, 50 દિવસમાં 50,000 કરોડનું નુકસાન!
પાકિસ્તાનની બિનજરૂરી ઉશ્કેરણીને ‘ખેદજનક’ ગણાવતા માથુરે કહ્યું કે બે દિવસની ઉગ્ર ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં હાજર તમામ સભ્યો એ વાત પર સહમત થયા છે કે સંઘર્ષ અને મતભેદને ઉકેલવાનો એકમાત્ર રસ્તો શાંતિનો માર્ગ હોઈ શકે છે.
ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં તેના આતંકવાદી કૃત્યો માટે પાકિસ્તાનની આકરી ટીકા કરી, તો બીજી તરફ ભારતમાં ચાલી રહેલા ‘એશિયા ઇકોનોમિક ડાયલોગ’માં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનું પોષક ગણાવ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત ગરીબીથી પીડિત પાકિસ્તાનની કોઈ મદદ નથી કરવાનું. તેમણે વર્તમાન ગરીબી સ્થિતિ માટે પાકિસ્તાનને જ જવાબદાર ઠેરવ્યું છે. વિદેશ મંત્રીએ ગુરુવારે પાકિસ્તાનને તેની આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાના વિચારને એક રીતે ફગાવી દીધો હતો.