Tuesday, January 31, 2023
Home દેશ ખુશખબર / હવે પિતા બનવા પર પણ મળશે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ, પોલિસી થઈ લાગૂ

ખુશખબર / હવે પિતા બનવા પર પણ મળશે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ, પોલિસી થઈ લાગૂ

આજ સુધી તમે માતા બનવા પર મેટરનિટી લીવ વિશે સાંભળ્યું હશે અને વાંચ્યું હશે. પરંતુ હવે એ જ તર્જ પર ભારતીય ફાર્મા કંપનીએ પિતા બનવા પર પેટરનિટી લીવની પોલિસીને મંજૂરી આપી છે.

by AdminH
Pfizer announces 12-week paternity leave policy for its employees

News Continuous Bureau | Mumbai

Paternity Leave: આજ સુધી તમે માતા બનવા પર મેટરનિટી લીવ (maternity leave) વિશે સાંભળ્યું હશે અને વાંચ્યું હશે. પરંતુ હવે એ જ તર્જ પર એક ફાર્મા કંપનીએ પિતા બનવા પર પેટરનિટી લીવ (Paternity Leave) ની પોલિસીને મંજૂરી આપી છે. આટલું જ નહીં, પિતાને પેટરનિટી લીવ (Paternity Leave) માં પૂરા 12 અઠવાડિયાની રજા આપવામાં આવશે. આ સમાચારથી પુરૂષ કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફાઈઝર ઈન્ડિયા (Pfizer India) કંપની પેટરનિટી લીવ પોલિસી (paternity leave policy) લાગુ કરવાનો પ્લાન બનાવી રહી છે. પોલીસીને લાગુ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

2 વર્ષની અંદર મળશે રજા

મીડિયા રિપોર્ટ મુજબ, ફાઈઝર ઈન્ડિયા કંપનીમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે. તે દરેકને કર્મચારીને પેટરનિટી લીવ (Paternity Leave) ની સુવિધાનો લાભ આપવામાં આવશે. એક કર્મચારી પિતા બન્યાના 2 વર્ષની અંદર પેટરનિટી લીવનો લાભ લઈ શકે છે. એટલું જ નહીં કંપનીએ તેના માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જો કોઈ કર્મચારી પેટરનિટી લીવનો ઉપયોગ કરે છે, તો એક સમયે ઓછામાં ઓછી 2 અઠવાડિયાની રજા લેવી પડશે. જેને વધારીને 6 અઠવાડિયા કરી શકાય છે. તેના માટે કંપનીએ માત્ર એક જ મેલ એન્ટર કરવાનો રહેશે. તમારા HOD તમારી રજા મંજૂર કરશે.

આ સમાચાર પણ વાંચો: આજનો દિવસ એટલે રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારનો સુભગ સમન્વય છે.

પુરુષ કર્મચારીઓના હકમાં નિર્ણય

મળતી માહિતી મુજબ, અત્યાર સુધી કોઈ સંસ્થામાં પુરૂષો માટે રજા લેવાની કોઈ જોગવાઈ નથી. જ્યારે પિતા બનતાની સાથે તેમની ઘણી જવાબદારીઓ પણ વધી જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીએ 1 જાન્યુઆરી 2023 થી આ પોલિસી પણ લાગુ કરી દીધી છે. એટલું જ નહીં, જો કોઈ કર્મચારી બાળકને દત્તક લે છે, તો બાયોલોજિકલ પેરેન્ટની સાથે તેમને પણ પેટરનિટી લીવનો લાભ આપવામાં આવશે.

 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous