News Continuous Bureau | Mumbai
PM Modi :ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી એમેન્યુઅલ બોને (Emmanuel Bonne)એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. શ્રી બોને પ્રધાનમંત્રી શ્રીને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી. પ્રધાનમંત્રીએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે (Bastille Day) ની ઉજવણી માં ગેસ્ટ ઓફ ઓનર (Guest of Honour) તરીકે ભાગ લેવા માટેના આમંત્રણ બદલ રાષ્ટ્રપતિ મેક્રોન (President Macron)નો આભાર વ્યક્ત કર્યો.
હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં તેમની વાતચીત ચાલુ રાખવા માટે ઉત્સુક છે જે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.
આ સમાચાર પણ વાંચો : Tomato Price : મુંબઈમાં પેટ્રોલ કરતાં મોંઘા થયા ટામેટા, જાણો અન્ય શાકભાજીના નવા ભાવ શું છે?