Site icon News Continuous Bureau | Mumbai

દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, 13 વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગ ચાર્ટમાં ટોચ પર… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. અમેરિકા સ્થિત ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટે વૈશ્વિક લીડર્સની એપ્રુવલ રેટિંગ બહાર પાડી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ રેટિંગ ધરાવે છે અને તેઓ ૭૭ ટકા એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. ૧૮ માર્ચે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે તેનો નવીનતમ ડેટા જાહેર કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૩ દેશોના નેતાઓમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ સૌથી વધુ છે. આ દર્શાવે છે કે વડાપ્રધાનની લોકપ્રિયતા કેટલી ઊંચી છે. 

Join Our WhatsApp Channel

રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં PM મોદી વિશ્વના ૧૩ નેતાઓમાં ૭૭ ટકા એપ્રુવલ રેટિંગ સાથે ટોચ પર છે. ત્યારબાદ મેક્સિકોના એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર આવે છે. જેમની પાસે ૬૩ ટકાનું એપ્રુવલ રેટિંગ છે. ઈટાલીની મારિયા ડ્રેગીનું એપ્રુવલ રેટિંગ ૫૪ ટકા છે. જાપાનના ફૂમિયો કિશિદાને ૪૫ ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. પીએમ મોદીનું નામંજૂર રેટિંગ પણ સૌથી ઓછું ૧૭ ટકા છે. ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધીના મોટાભાગના મહિનાઓમાં ભારતીય વડાપ્રધાન સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા રહ્યા. નવીનતમ મંજૂરી રેટિંગ ૯થી ૧૫ માર્ચ, ૨૦૨૨ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.

 આ સમાચાર પણ વાંચો : PM મોદીની મહેનત રંગ લાવી. અમેરિકા બાદ આ દેશે ભારતને પરત કરી 29 મૂલ્યવાન કલાકૃતિઓ, વડાપ્રધાન મોદીએ કર્યું નિરીક્ષણ.. જુઓ  તસવીરો જાણો વિગતે

છેલ્લા બે વર્ષમાં, ૨ મે, ૨૦૨૦ના રોજ પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ ૮૪ ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન, ૭ મે ૨૦૨૧ના રોજ તેમનું અપ્રુવલ રેટિંગ ૬૩ ટકા સાથે સૌથી ઓછું હતું. જાે કે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં પ્રમાણમાં ઊંચું રહ્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો અને યુએસ પ્રમુખ જાે બાઈડેનને અનુક્રમે ૪૨ ટકા અને ૪૧ ટકાના એપ્રુવલ રેટિંગ મળ્યા છે. આ રીતે બંને નેતાઓ અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને છે. બ્રિટિશ પીએમ બોરિસ જાેન્સન ૩૩ ટકા એપ્રુવલ રેટિંગ સાથે સર્વેમાં સૌથી નીચે છે. 

મોર્નિંગ કન્સલ્ટ મુજબ સર્વેક્ષણ ૧થી ૩ ટકા વચ્ચેની ભૂલના માર્જિન સાથે આપેલા દેશના તમામ પુખ્ત વયના લોકોની સાત દિવસની મૂવિંગ એવરેજ પર આધારિત રીઅલ-ટાઇમ ડેટાને પ્રતિબિંબિત કરે છે. યુએસમાં સરેરાશ નમૂનાનું કદ ૪૫,૦૦૦ છે, જ્યારે અન્ય દેશોમાં તે ૩,૦૦૦-૫,૦૦૦ની વચ્ચે છે.

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
Exit mobile version