વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના હુબલી-ધારવાડમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કર્ણાટકને લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટ કર્યા હતા. આ સાથે PMએ વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ દેશને સમર્પિત કર્યું. આ દરમિયાન તેમણે જનસભાને પણ સંબોધિત કરી હતી. અહીં પીએમએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે લંડનથી ભારત પર ટિપ્પણી કરનારાઓને સમર્થન ન આપો. ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી, તે લોકશાહીની માતા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લંડનમાં ભારતની લોકશાહી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો ભારતની લોકશાહી પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. વિશ્વની કોઈ પણ શક્તિ ભારતની લોકશાહીને નુકસાન પહોંચાડી શકે નહીં. ભગવાન બસવેશ્વર, કર્ણાટકના લોકો, ભારતની જનતાનું અપમાન થયું છે. કર્ણાટકના લોકોએ આવા લોકોથી દૂર રહેવું જોઈએ.
પીએમ મોદીએ આગળ કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે. આજે, ધારવાડની આ ધરતી પર વિકાસનો નવો પ્રવાહ આવી રહ્યો છે, જે હુબલી-ધારવાડની સાથે સમગ્ર કર્ણાટકના ભવિષ્યને સીંચવાનું કામ કરશે.
આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય.. મુંબઈમાં લોંખડનો સળિયો પડ્યો રિક્ષામાં, જીવ ગુમાવ્યો આટલા મુસાફરોએ..
રાહુલના નિવેદન પર મોદીના નિશાને, કહ્યું- ‘ભારતની લોકશાહી પર ઉઠાવો સવાલ’
PM એ કહ્યું કે IIT ધારવાડ એ બીજેપીના ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઉદાહરણ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. કોવિડ હોવા છતાં, IIT ની સ્થાપના ભવિષ્યવાદી સંસ્થા તરીકે કરવામાં આવી છે. શિલાન્યાસ થી લઈને ઉદ્ઘાટન સુધી અમે ખૂબ જ ઝડપથી કામ કરીએ છીએ. સારું શિક્ષણ એ દરેકનો અધિકાર છે. આપણી પાસે જેટલી સારી શૈક્ષણિક સંસ્થાઓ હશે, તેટલા વધુ લોકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થશે. છેલ્લા 9 વર્ષમાં સારી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધી રહી છે.
‘અમે દરેક સમસ્યા પર કામ કર્યું’
સ્વચ્છ પીવાનું પાણી આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. જલ જીવન મિશન અંતર્ગત એક હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સારી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય લોકો માટે જીવન સરળ બનાવે છે. છેલ્લા 9 વર્ષમાં પીએમ સડક યોજના હેઠળ ગામડાઓમાં રસ્તાઓનું નેટવર્ક બમણું થયું છે. માત્ર રસ્તાઓ જ નહીં, એરપોર્ટ અને રેલવેનું અભૂતપૂર્વ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. 2014 સુધી ઘણા લોકો પાસે પાકું મકાન નહોતું. શૌચાલય અને હોસ્પિટલોની અછત હતી અને સારવાર મોંઘી હતી. અમે દરેક સમસ્યા પર કામ કર્યું, લોકોનું જીવન આરામદાયક બનાવ્યું.
Join Our WhatsApp Community