PM Modi Turban: ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે તે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કર્તવ્ય પથ પર પહોંચતા પહેલા પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ ગયા હતા જ્યાં તેમણે દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
प्रधानमंत्री श्री @narendramodi 74वें गणतंत्र दिवस के अवसर पर राष्ट्रीय समर स्मारक में शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए। #RepublicDay pic.twitter.com/9B8tTESzsr
— BJP (@BJP4India) January 26, 2023
પીએમ મોદી બસંતી પાઘડીમાં જોવા મળ્યા
પ્રજાસત્તાક દિન નિમિત્તે પીએમ મોદીની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે પીએમ મોદીએ ભારતની વિવિધતાનું પ્રતીક કરતી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી છે. તેમાં લીલા રંગની પ્રિન્ટ પણ છે, તેને બસંતી પાઘડી કહેવામાં આવે છે. આ સાથે તેમણે ક્રીમ કલરનો કુર્તો, કાળો કોટ, પેન્ટ અને સફેદ સ્ટોલ પહેર્યો છે. કાળા અને સફેદ પોષાકમાં એક લાંબા છેડાવાળી બહુરંગી પાઘડીએ તેમની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
Live: PM Shri @narendramodi pays homage to the martyrs at the National War Memorial on 74th #RepublicDayhttps://t.co/tOo6harHKh
— Purnesh Modi (@purneshmodi) January 26, 2023
મહત્વનું છે કે ગણતંત્ર દિવસ ઉપરાંત આજે બસંત પંચમી હોવાથી એવું માનવામાં આવે છે કે આને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ પાઘડી પસંદ કરી હશે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી પાઘડીમાં તિરંગાની ઝલક જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ પર પાણી કાપનું સંકટ, આગામી સપ્તાહની આ તારીખે અડધા મુંબઈમાં પાણી પુરવઠો બંધ રહેશે.. જાણો શું છે કારણ
Join Our WhatsApp Community