News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા અંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત સ્મારકના મોડેલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે પીએમ મોદીએ અંદામાન-નિકોબારના ૨૧ ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ ટાપુઓ નામ નહોતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ આવનારી પેઢીઓ આઝાદીના અમૃત કાળના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી આવનારી પેઢીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું.પીએમ મોદીએ કહ્યું કે આંદામાનમાં જ્યાં નેતાએ પ્રથમ ત્રરંગો ફરકાવ્યો હતો, આજે ગગનચુંબી ઈમારત આઝાદી હિંદ સેનાની તાકાતના વખાણ કરી રહી છે. સમુદ્ર કિનારે લહેરાતો ત્રરંગો જાઈ અહીં આવતા લોકોમાં દેશભક્તનો રોમાંચ વધી જાય છે. આંદામાનની આ ધરતી એ ભૂમિ છે, જેના આકાશમાં પહેલીવાર મુક્ત ત્રરંગો લહેરાયો હતો. તેમણે કહ્યું હતું કે આજે પણ સેલ્યુલર જેલના કોષોમાંથી અસહ્ય દર્દ સાથે અભૂતપૂર્વ જુસ્સાના અવાજા સંભળાય છે. તેમણે વધુમાં કહ્યું કે અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના ૨૧ ટાપુઓના નામ આપવામાં આવ્યા છે.
આ ૨૧ ટાપુઓ ૨૧ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જ્યાં રહેતા હતા તે ટાપુ પર, તેમના જીવન અને યોગદાનને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવ સમાન સુભાષ બાબુની પ્રતિમા આદર સાથે સ્થાપિત કરવાનું કામ કર્યું. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવાનું કામ કર્યું. દુર્ભાગ્યપૂર્ણ છે કે સુભાષબાબુને ભૂલી જવાના ઘણા પ્રયાસો થયા છે, પરંતુ કહેવાય છે કે જેઓ બહાદુર હોય છે તેઓ તેમની સ્મૃતિ માટે કોઈના પર નિર્ભર નથી હોતા. એ સ્મૃતિ તેમની વીરતાની સાથે જ હોય છે. ટાપુઓનાં નામ નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે સહિત ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. તેમાં મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે પરમવીર ચક્ર વિજેતાઓને સન્માનિત કરવા માટે આ પહેલ કરી છે. ૨૧ ટાપુઓમાંથી, ૧૬ ઉત્તર અને મધ્ય અંદામાન જિલ્લામાં અને પાંચ દક્ષિણ અંદામાનમાં સ્થિત છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એટલે કે સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ત્રરંગો ફરકાવ્યો હતો. અમિત શાહ આંદામાન-નિકોબાર ટાપુઓની બે દિવસીય મુલાકાતે રવિવારે મોડી રાત્રે પોર્ટ બ્લેર પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે પણ અપાર દર્દની સાથે સેલ્યુલર જેલના કોષોમાંથી તે અભૂતપૂર્વ ભાવનાના અવાજા સંભળાય છે. આંદામાનની આ ધરતી એ ભૂમિ છે, જેના આકાશમાં પહેલીવાર મુક્ત ત્રરંગો લહેરાયો હતો. આ ભૂમિ પર પ્રથમ સ્વતંત્ર ભારત સરકારની રચના થઈ હતી. આ બધા સાથે આંદામાનની આ ધરતી પર વીર સાવરકર અને તેમના જેવા અસંખ્ય વીરોએ દેશ માટે બલિદાનના શિખરને સ્પર્શ કર્યો હતો. દાયકાઓથી નેતાજીના જીવન સાથે જાડાયેલી ફાઈલોને સાર્વજનિક કરવાની માંગ હતી, આ કામને પણ દેશે પૂરી નિષ્ઠા સાથે આગળ ધપાવ્યું હતું. આજે આપણી લોકતાંÂત્રક સંસ્થાઓની સામે ‘કર્તવ્ય પથ’ પર નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને આપણી ફરજાની યાદ અપાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: બજેટ 2023 / છેલ્લા 30 વર્ષોમાં ફક્ત 2 વખત બજેટના પહેલા અને બાદમાં આવી તેજી, શું આ વખતે પણ દોડશે બજાર
અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતાજીએ ૩૦ ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ અહીંના જીમખાના મેદાનમાં રાષ્ટધ્વજ ફરકાવ્યો હતો અને શાહ આજે તે જ સ્થળે ધ્વજ ફરકાવશે. આ મેદાનનું નામ હવે ‘નેતાજી સ્ટેડિયમ’ છે. અમિત શાહ સેલ્યુલર જેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. અંદામાન અને નિકોબાર ટાપુઓ જાપાનના કબજામાં હતા અને ઔપચારિક રીતે ૨૯ ડિસેમ્બર ૧૯૪૩ના રોજ નેતાજીની આઝાદ હિંદ સરકારને સોંપવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community