News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરના સન્યાલ વિસ્તારમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાન્યાલ વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ હીરાનગરના SSP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
થોડા સમય પહેલા નરવાલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો
આ પહેલા 21 જાન્યુઆરીની સવારે જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11:00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી, તે જ વિસ્તારમાં બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. આતંકવાદીઓએ પહેલો વિસ્ફોટ જોવા આવેલા ભીડ અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે બીજો વિસ્ફોટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો