Site icon News Continuous Bureau | Mumbai

ડુંગળી બાદ હવે બટાકા પણ રડાવશે.. એક વર્ષમાં બટાટાની કિંમતો બમણી થઈ… જાણો કારણો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
02 નવેમ્બર 2020

તહેવાર અને ચૂંટણી બંનેની સિઝન શરૂ થઈ ગઈ છે, તે દરમિયાન ડુંગળી અને બટાટાના આકાશી ભાવ એકવાર ફરી એક મુદ્દો બની ગયા છે. જોકે, સરકારે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા માટે અનેક પગલા ભર્યા છે. હવે દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં બટાકાની કિંમતો બમણી થઈ ગઈ છે. જયારે ઘણા શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો રૂ.80-100 પર પહોંચી ગયાં છે. 

Join Our WhatsApp Channel

 

ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં જથ્થાબંધ બજારમાં બટાટાના ભાવમાં 108% નો વધારો થયો છે. એક વર્ષ પહેલા બટાટા બલ્કમાં 1,739 રૂપિયા ક્વિન્ટલમાં વેચાયા હતા. હવે ભાવ ક્વિન્ટલ રૂ .3,363 છે.
જ્યારે ડુંગળીના ભાવ ક્વિન્ટલના રૂ .5,645 હતા, જે એક વર્ષ અગાઉ 1,739 હતા. એટલે કે, આખા વર્ષ દરમિયાન ડુંગળીના દરમાં 47% નો વધારો થયો છે.

@ ડુંગળી-બટાકાના ભાવ ઘટશે કારણ કે…. 

1. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા સરકારે 23 ઓક્ટોબરે ડુંગળીની સ્ટોક મર્યાદા વધારીને 25 ટન કરી છે. 
2. બફર સ્ટોકમાંથી રાજ્યોને ડુંગળી પણ આપવામાં આવી છે. નાફેડએ પણ બજારમાં 1 લાખ ટન ડુંગળી મોકલવા મંજૂરી આપી. 
3. સરકારે શુક્રવારે ભૂટાનમાંથી બટાટાની આયાતમાં મુક્તિ આપી, આ માટેની લાઇસન્સ આવશ્યકતા દૂર કરી દેવામાં આવી છે અને ટેરિફ રેટ ક્વોટા યોજના હેઠળ, વધારાના 10  લાખ ટન બટાટાની મંજૂરી આપવામાં આવી છે.
આ તમામ સંયુક્ત પ્રયાસોથી ડુંગળી-બટાકા ના ભાવ નિયંત્રણમાં આવવા લાગ્યા છે. જોકે, સરકારે આશ્વાસન આપ્યુ છે કે દિવાળી પહેલા બને સસ્તા થઈ જશે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version