વિપક્ષ દ્વારા અવાર નવાર સરકાર પર આરોપ મુકતું આવ્યું છે કે સરકાર રેલવેનુ ખાનગીકરણ કરવાની ફિરાકમાં છે. દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે તેઓ ભારતીય રેલ્વેનું ખાનગીકરણ નહીં કરે. એક ખાનગી મુલાકાતમાં તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ રેલવેનું ખાનગીકરણ નહીં કરે. ગયા વર્ષની શરૂઆતમાં સંસદના શિયાળુ સત્રમાં રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખાનગીકરણ નહીં કરે.
રેલવે વહીવટ અને સેવામાં પારદર્શિતા લાવવાના પ્રયાસો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેની સેવા ઘણી મોટી છે અને રેલ્વે ભારતની સૌથી મોટી આર્થિક શક્તિ છે. તેથી અમારી સરકારનો આ સેવાનું ખાનગીકરણ કરવાનો કોઈ ઈરાદો નથી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે ભારતીય રેલ્વેનું ખાનગીકરણ કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે નહીં. રેલવેના ખાનગીકરણની વાતો હવે જૂની થઈ ગઈ છે. રેલ્વે અમારી અને સરકારની સામાજિક પ્રતિબદ્ધતા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમારી સરકાર રેલવે વહીવટ અને સેવામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રેલવેના વિકાસ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારે છે. અમારી સરકાર ઘણા શહેરોમાં નવી રેલવે લાઇન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય દેશના ઘણા શહેરો વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. રેલવે મંત્રી વૈષ્ણવે પણ કહ્યું છે કે મોદી સરકાર રેલ્વેના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ઘણી નવી યોજનાઓ પર કામ કરવામાં આવશે.