Site icon News Continuous Bureau | Mumbai

Renewable energy: ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ, સૌર અને પવન ઊર્જામાં રેકોર્ડ ક્ષમતામાં થયો વધારો; જાણો આંકડા

Renewable energy: સૌર અને પવન ઊર્જામાં રેકોર્ડ ક્ષમતા વધારો; સૌર ઊર્જા 97.86 ગીગાવોટ, પવન ઊર્જા 48.16 ગીગાવોટ

Renewable energy Significant progress in India's renewable energy sector, record capacity increase in solar and wind energy; Know the statistics

Renewable energy Significant progress in India's renewable energy sector, record capacity increase in solar and wind energy; Know the statistics

News Continuous Bureau | Mumbai 

  • ભારતની નવીકરણીય ઉર્જા ક્ષમતામાં વાર્ષિક 15.84%નો વધારો નોંધાયો
  • કુલ નવીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા 209.44 ગીગાવોટ સુધી પહોંચી
Renewable energy:  કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) એ ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે, જેમાં ડિસેમ્બર 2023 અને ડિસેમ્બર 2024 વચ્ચે નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વૃદ્ધિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘પંચામૃત’ લક્ષ્યો હેઠળ પોતાની સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની ભારતની અડગ પ્રતિબદ્ધતા અને તેના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

Renewable energy: રેકોર્ડ ક્ષમતામાં વધારો

ડિસેમ્બર 2024 સુધીમાં, ભારતની કુલ અક્ષય ઊર્જા સ્થાપિત ક્ષમતા 209.44 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે ડિસેમ્બર 2023માં 180.80 ગીગાવોટની તુલનામાં 15.84%ના પ્રભાવશાળી વધારાને દર્શાવે છે. 2024 દરમિયાન કુલ ક્ષમતા 28.64 ગીગાવોટ હતી, જે 2023માં ઉમેરાયેલા 13.05 ગીગાવોટની સરખામણીમાં 119.46%નો મહત્વપૂર્ણ વાર્ષિક ધોરણે નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Join Our WhatsApp Channel

Renewable energy: સૌર અને પવન ઉર્જામાં ઉછાળો

2024માં સૌર ઉર્જાએ 24.51 ગીગાવોટના વધારા સાથે આ વૃદ્ધિનું નેતૃત્વ કર્યું, જે 2023માં 73.32 ગીગાવોટથી 2024માં 97.86 ગીગાવોટ સુધીની સંચિત સ્થાપિત ક્ષમતામા 33.47%નો વધારો દર્શાવે છે. પવન ઉર્જાએ પણ આ વિસ્તરણમાં ફાળો આપ્યો, 2024માં વધારાના 3.42 ગીગાવોટ સ્થાપિત કરવાની સાથે કુલ પવન ક્ષમતા 48.16 ગીગાવોટ થઈ, જે 2023થી 7.64%ની વૃદ્ધિ દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો:  Mission Mausam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે… સાથે IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે

Renewable energy: બાયોએનર્જી અને સ્મોલ હાઇડ્રો પાવરમાં વૃદ્ધિ

બાયોએનર્જીએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, તેની સ્થાપિત ક્ષમતા ડિસેમ્બર 2023માં 10.84 ગીગાવોટથી વધીને ડિસેમ્બર 2024માં 11.35 ગીગાવોટ થઈ છે, જે 4.70%નો વધારો દર્શાવે છે. નાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સમાં વૃદ્ધિ જોવા મળી છે, જેમાં સ્થાપિત ક્ષમતા 2023માં 4.99 ગીગાવોટથી વધીને 2024માં 5.10 ગીગાવોટ થઈ છે, જે 2.20%નો વધારો દર્શાવે છે.

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીના નેતૃત્વ હેઠળ MNRE પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જાના વિઝનને પ્રાપ્ત કરવા માટે વિવિધ મુખ્ય પહેલ કરી રહ્યું છે, જે ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવતી વખતે પોતાની જળવાયુ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રભાવશાળી આંકડા ભારતમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધારવા માટે ભારત સરકારના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
Exit mobile version