News Continuous Bureau | Mumbai
Rs. 2000 Notes Scam: 10% કમિશન મેળવવાની લાલચ માટે રૂ. 2,000 મૂલ્યની નોટો બદલવાની આડમાં રૂ. 1 કરોડની છેતરપિંડી કરવા બદલ એસ્ટેટ એજન્ટ અને એક કેબ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
RBIની તાજેતરની જાહેરાત કરવામાં આવી છે. કે આગામી સપ્ટેમ્બર મહિનાથી રુ. 2000 ના મુલ્યની નોટો બંદ થઈ જશે. જેથી લોકો પોતાની પાસેની રુ. 2000 નોટો બદલી રહ્યા છે. અહીંયા પણ આરોપી હસન કુરેશી (31) અને ઉબેદુરહેમાન કુરેશી (33) એ રૂ. 2,000 મૂલ્યની નોટો એક્સચેન્જ કરાવવા માટે વધારાનું 10% કમિશન ચૂકવવાનું વચન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ થી ભારત ગૌરવ ટ્રેન દ્વારા “દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન”નું બુકિંગ શરૂ થઇ ગયું છે.
ચાર લોકો પોલીસનો ઢોંગ કરીને ….
જો કે, એક્સચેન્જ સમયે, જ્યારે ફરિયાદી બેગમાં રોકડ લઈને પહોંચ્યો, ત્યારે ચાર લોકો પોલીસનો ઢોંગ કરીને બેગ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે વધુ બે આરોપીઓને શોધી રહી છે જેઓ ફરાર છે..