Site icon News Continuous Bureau | Mumbai

દેવોની ભાષા બની નેતાઓની ભાષા.. આશ્ચર્ય.. રાજ્યસભામાં આટલાં નેતાઓએ સંસ્કૃતમાં ભાષણ આપ્યું.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સંસ્કૃતે પ્રાદેશિક ભાષાઓમાં પોતાની પકડ મજબૂત કરી છે. 2019-20 દરમિયાન, 19 સભ્યોએ સંસ્કૃત ભાષામાં પોતાના મંતવ્યો આપ્યા. સરળ શબ્દોમાં કહીએ તો, રાજ્યસભામાં સંસ્કૃત ભાષા 5 મી પ્રમુખ ભાષા તરીકે ઉભરી આવી છે. 2018-20 દરમિયાન 10 સભ્યોએ સંસ્કૃત ભાષામાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.  

Join Our WhatsApp Channel

2017 માં રાજ્ય સભાના અધ્યક્ષ બન્યા પછી, એમ.વેંકૈયા નાયડુએ ગૃહના સભ્યોને તેમની માતૃભાષામાં પોતાના મંતવ્યો મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો. આની પાછળની વિચારસરણી એ હતી કે પ્રાદેશિક ભાષામાં, સભ્યો તેમના વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે, જ્યારે બીજી ભાષામાં તેમને તેમના વિચારો રાખવામાં મુશ્કેલી પડે છે.  

આ પછી, સભ્યોએ રાજ્યસભામાં પોતાની પ્રાદેશિક ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. રાજ્યસભાની કાર્યવાહીમાં પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ વર્ષ 2018 થી 2020 દરમિયાન અનેક ગણો વધ્યો છે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં ડોગરી, કાશ્મીરી, કોંકણી અને સંથાલીનો પણ પ્રથમ વખત ઉપયોગ થયો. આ સિવાય, અન્ય છ ભાષાઓ અસમિયા, બોડો, ગુજરાતી, મૈથિલી, મણિપુરી અને નેપાળીનો પણ લાંબા સમય પછી ગૃહમાં ઉપયોગ થતો હતો.  

આમ તો ગૃહની કાર્યવાહી દરમિયાન હિન્દી અને અંગ્રેજી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે. હિન્દી ઉપરાંત અન્ય 21 ભાષાઓ વિશે વાત કરીએ તો, 14 વર્ષના ગાળામાં આ ભાષાઓનો ઉપયોગ પાંચ ગણો વધીને 512 ટકા થયો છે.  

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
Exit mobile version