ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓક્ટોબર, 2021
રવિવાર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે તેના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વની માહિતી બહાર પાડી છે. બેંકની કેટલીક સેવાઓ 11 ઓક્ટોબરે થોડા સમય માટે સ્થગિત થવાની છે. ગ્રાહકો થોડા સમય માટે ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈની સુવિધા મેળવી શકશે નહીં. SBI એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. જો તમારે કોઈ મહત્વપૂર્ણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું હોય, તો તેને જલ્દીથી પૂર્ણ કરો.
આ સેવાઓ 11 ઓક્ટોબરના રોજ રાતે 11:20 થી 1:20 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આ પહેલા પણ બેંક ઘણી વખત સેવાઓ બંધ કરી ચૂકી છે.
નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી જ્યારે એસબીઆઈની કોઈ સેવાને અસર થઈ હોય. અગાઉ 4 અને 5 સપ્ટેમ્બરે બેંકની કેટલીક સેવાઓ બંધ હતી. જુલાઈ મહિનામાં પણ 11,16 અને 17 તારીખે સેવાઓ રાતના સમયે બંધ કરાઈ હતી.
ગઈ કાલે રાત્રે પણ 12.30થી 2.30 દરમિયાન ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈની સુવિધા બંધ હતી. SBI બેંકે ટ્વીટ કર્યું હતું કે સિસ્ટમ મેન્ટેનન્સને કારણે આ સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.