સુપ્રીમ કોર્ટે અદાણી કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, કહી દીધી આવડી મોટી વાત

કોર્ટે આ કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના અંતિમ આદેશ સુધી મીડિયાને અદાણી-હિંડનબર્ગ કેસ પર રિપોર્ટિંગ કરવાથી રોકવાની માંગ કરતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી

by Dr. Mayur Parikh
Manipur violence: Supreme Court seeks status report from centre, Manipur govt

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે આ કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના અંતિમ આદેશ સુધી મીડિયાને અદાણી-હિંડનબર્ગ કેસ પર રિપોર્ટિંગ કરવાથી રોકવાની માંગ કરતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.

આ મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે, અમે મીડિયાને કોઈ મનાઈ હુકમ આપવા જઈ રહ્યાં નથી. અગાઉ 17 ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે શેરબજાર માટે નિયમનકારી પગલાંને મજબૂત કરવા નિષ્ણાતોની સૂચિત પેનલ પર કેન્દ્રના સૂચનને સીલબંધ કવરમાં સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તે રોકાણકારોના હિતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. તેથી કેન્દ્રના સૂચનને સીલબંધ કવરમાં સ્વીકારશે નહીં. બેન્ચે કહ્યું હતું કે, અમે તમારા સીલબંધ કવરમાં આપેલા સૂચનને સ્વીકારીશું નહીં કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપની સમસ્યાઓનો નથી આવી રહ્યો અંત, વિદેશી બોન્ડની યીલ્ડમાં સતત વધારો

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં થયેલા ઘટાડાને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી.

Join Our WhatsApp Community

You may also like