News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ( Joshimath ) ભૂસ્ખલન કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 16 જાન્યુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જરૂરી નથી કે દેશનો દરેક મહત્વનો મામલો અમારી સામે આવે. મહત્વનું છે કે, અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે દેશમાં અમને મહત્વપૂર્ણ બાબતોને અમારી સમક્ષ લાવવાની જરૂર નથી, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે, જે વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મહામંડલેશ્વર આચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ મામલામાં તાત્કાલિક સુનાવણીની માંગ સાથે અરજી દાખલ કરી હતી.
આજે બે હોટલ તોડી પાડવામાં આવશે
જોશીમઠમાં ભૂસ્ખલનને પગલે તમામ ઘરો અને હોટલોમાં તિરાડો પડી ગઈ છે. દરમિયાન વહીવટીતંત્રે અસુરક્ષિત ઝોન જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસરગ્રસ્ત મકાનો અને ઈમારતોને તોડી પાડવાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા બે હોટલને તોડી તોડી પાડવામાં આવશે. આ જવાબદારી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), નેહરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (NIM), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની ટીમને આપવામાં આવી છે.
આ હોટલો ખાલી કરાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તિરાડોના કારણે હોટેલો સતત પાછળની તરફ ઝૂકી રહી છે.
Join Our WhatsApp Community