Site icon News Continuous Bureau | Mumbai

અનામત અંગે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: અનામત એ મૂળભૂત અધિકાર નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

11 જુન 2020 

સુપ્રીમ કોર્ટે ફરી એક વખત અનામત મુદ્દે બંધારણીય સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અનામત એ મૌલીક અધિકાર નથી. તમિલનાડુમાં ડીએમકે-સીપીઆઇ-એઆઈએડીએમકે સહિતના ઘણા પક્ષોએ નીટ હેઠળ મેડિકલ કોલેજોની બેઠકો માટે તમિળનાડુમાં 50 ટકા ઓબીસી આરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ડીએમકે વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે કોર્ટને વધુ અનામત ઉમેરવા માટે કહી રહ્યા નથી, પરંતુ ત્યાં જે છે તે અમલમાં મૂકવા માટે કહી રહ્યા છીએ. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ અનેક દલીલો રખાઈ હતી પરંતુ કોર્ટે તે માની ન હતી. જસ્ટિસ રાવે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લો અને તેને હાઇકોર્ટમાં ફાઇલ કરો. નોંધનીય છે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અંગે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે કે તે કોઈ પણ પ્રકારનો મૂળભૂત અધિકાર નથી…

  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
  Anand Mahindra Aizawl Traffic Discipline – ભારતના સૌથી શાંત અને શિસ્તબદ્ધ રસ્તાઓ: આનંદ મહિન્દ્રાએ મિઝોરમના આઈઝોલના ‘નો-હોંકિંગ’ વીડિયોને શેર કરી કર્યા ભરપૂર વખાણ
 Delimitation Bill NDA Numbers – સંસદમાં સીમાંકન બિલનો પેચ ફસાશે? વિપક્ષના સાંસદે દાવો કર્યો કે NDA પાસે જરૂરી સંખ્યાબળ કરતા 45 સાંસદો ખૂટી રહ્યા છે
  Bisleri Clarification on FSSAI – બિસલેરી વિવાદ: ‘અમારું પાણી પીવા માટે સંપૂર્ણ સુરક્ષિત’, FSSAI ના આરોપો પર બિસલેરીએ કરી સ્પષ્ટતા 
Exit mobile version