Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

દેશ

મોટા સમાચાર: કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂરી, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે આપી લીલી ઝંડી

Nov, 24 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

બુધવાર.

વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલું ડગલું ભરી દીધું છે. 

મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે.

પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે નવા ત્રણ કાયદા પાછા ખેંચવા માટેનુ બિલ તૈયાર કર્યુ છે.

જ્યારે આ બિલ સંસદમાં મુકાશે ત્યારે તેના પર ચર્ચા પણ થશે અ્ને તેના પર વોટિંગ પણ થશે.

બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિને મોકલવાશે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે .તે સાથે જ નવા ત્રણ કૃષિ કાયદા રદ થઈ જશે.

જોકે સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા છે.

ભારતીય સેનાને મળશે વિશ્વની સૌથી અદ્યતન AK 203 રાઇફલ, આ દેશ સાથે બહુ જલ્દી ફાઈનલ થશે ડીલ; જાણો વિગતે

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )