News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(corona pandemic)ની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગાર (job-business)પર પડ્યો છે. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર (Unemployment)ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૭ ટકા થઈ ગયો છે. આ આંક્ડો ગત વર્ષે આ સમયગાળામાં ૧૦.૩ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના એક ચોક્કસ સમય પર થતા લેબર ફોર્સ સર્વેમાં આ જાણકારી સામે આવી છે.
દેશમાં કોરોના મહામારી(coronavirus)ને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર ૨૦૨૦ માં બેરોજરાગી દર(unemployemnt) ઘણો વધારે હતો. એનએસઓના ૧૩ સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર ૨૦૨૧ માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૯.૮ ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૧૦.૫ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૧૩.૧ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૧૧.૬ ટકા હતો.
આ સમાચાર પણ વાંચો : સોનેરી અવસર! G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, સરકારે લોગો બનાવવા માટે રાખી આ હરીફાઈ, મંગાવાયા આઈડિયાઝ.. જાણો વિગતે
પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૩ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૯.૫ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૯.૩ ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર ૨૦૨૧ ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં ૪૭.૩ ટકા પર યથાવત રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં આંકડો ૪૬.૯ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓના ટકાને બેરોજગારી દર કહેવામાં આવે છે.