News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોશભેર વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ને શરૂ કરી. આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રસ્તો નાનો કરી નાખે છે. પ્રવાસીઓને ઓછો સમય આપવો પડે છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલા આ ટ્રેન એક પ્રયોગ છે. ત્યાં હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું વિઘ્નસંતોષીઓ કોઈ મોટો અકસ્માત ઈચ્છે છે. આ પ્રશ્ન એટલે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે સતત પાંચમી વખત વંદે ભારત એક્સપ્રેસ સાથે અકસ્માત થયો છે.
આ પાંચમો અકસ્માત વાપી પાસે થયો. જ્યાં એક ઢોર ટ્રેનના અગ્રભાગ સાથે ભટકાયું. સંજાણ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખવામાં આવી અને તેના અગ્રભાગ રિપેર કરવામાં આવ્યો અને ત્યાર બાદ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડવા માંડી.
સળગતા સવાલો
- સવાલ એ ઉભો થાય છે કે વંદે ભારત એક્સપ્રેસ સાથે અકસ્માત શા માટે સર્જાય છે?
- રેલ્વે ટ્રેક પર અનેક ટ્રેનો દોડે છે પરંતુ તમામ ટ્રેનો ની નીચે ઢોર આવી જતા નથી?
- જે ઢોર ટ્રેન નીચે આવી જાય છે તેનું ટ્રેકિંગ હોતું નથી?
- શા માટે ઢોરના માલિકને શોધવો અઘરો બને છે?
આ સમાચાર પણ વાંચો: ‘જો તમારામાં હિમ્મત હોય તો દેશનું નામ બદલો’, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ઈન્ડિયા વિરુદ્ધ ભારતની ચર્ચા પર આપ્યું મોટું નિવેદન… જુઓ વિડીયો..