ભારતીય સૈનિકો હવે દૂરના સરહદી વિસ્તારોમાં દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પક્ષીઓની જેમ આકાશમાં ઉડી શકશે. ભારતીય સેનાએ બ્રિટિશ કંપની પાસેથી જેટપેક ફ્લાઈંગ સૂટ મંગાવ્યો છે અને તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેના દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત હાઈટેક પ્લાન બનાવી રહી છે. જેના ભાગરૂપે ભારતીય સેનાએ બ્રિટિશ કંપની ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત જેટપેક સૂટનું પરીક્ષણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉપકરણનું તાજેતરમાં આગરામાં ભારતીય આર્મી એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલ (AATS) ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેટપેક સુટ્સ વ્યક્તિગત ફ્લાઇટ ટેકનોલોજી છે. સૂટમાં ત્રણ નાના જેટ એન્જિન નો સમાવેશ થાય છે, જે પહેરનારને તેમની હિલચાલ અને ફ્લાઇટ ની દિશાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
हमारी Indian Army (@adgpi) ने Agra में #JetPack का ट्रायल किया ताकि Border पर काफी मुस्तैदी से पेट्रोलिंग हो सके, 48 Jetpack का आर्डर भी दे दिया गया है। हमारी सेना की तरफ से यह काफी सराहनीय कदम है क्योंकि Technology सुरक्षा और स्पीड दोनों देती है। pic.twitter.com/Nhi8lY2YFM
— Dr. Vivek Bindra (@DrVivekBindra) March 3, 2023
આ સૂટ દ્વારા ભારતીય સૈનિકો સુપરહીરોની જેમ હવામાં ઉડી શકશે. ડેમો દરમિયાન આ જેટપેક ફ્લાઈંગ સૂટ પહેરીને 51 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એવું કહેવાય છે કે આ સૂટ પહેરીને વ્યક્તિ 12 હજાર ફૂટની ઊંચાઈએ જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.
રિચર્ડ બ્રાઉનિંગે ધોલપુરની આર્મી સ્કૂલમાં પોતાના જેટ પેક સૂટનો ડેમો આપ્યો હતો. હાલમાં, ભારતીય સેના પૂર્વ લદ્દાખ સરહદ વિવાદને પગલે ચીન સાથેની લગભગ 3500 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સંપૂર્ણ દેખરેખ રાખે છે. તેથી એવું માનવામાં આવે છે કે આ જેટ પેક સૂટ્સ સૈનિકોને મદદ કરશે.