ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
દરેક સરકારી કચેરીઓ સવારે ૧૦થી સાંજે પાંચ દરમિયાન કામ કરે છે. આ કચેરીઓ માં ભોજનનો સમય પણ નિશ્ચિત હોય છે જેને કારણે એક સમય બદ્ધ રીતે કામ થાય છે. જોકે હવે કોરોના ના સમયમાં પરિસ્થિતિ બદલાવવા જઈ રહી હોય તેવું લાગે છે.
હાલ મહારાષ્ટ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જે મુજબ મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ હવે અલગ અલગ સમયે કચેરીમાં કામ કરશે.
આ જ રીતે પેટ્રોલિયમ તેમજ નાણાં મંત્રાલય પણ આવો જ એક પ્રસ્તાવ તૈયાર કરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પાઠવ્યો છે. જોકે પ્રધાનમંત્રી કાર્યાલય આ સંદર્ભે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે હવે નીતિ આયોગની બેઠક થવાની છે. શક્ય છે કે આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રસ્તાવ માંડવામાં આવે.
જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે ઐતિહાસિક હશે તેમજ તેના પરિણામ જોવા લાયક હશે
Leave Comments