News Continuous Bureau | Mumbai
Vastu Tips : આજકાલ વાસ્તુનો ખૂબ જ ટ્રેન્ડ છે અને દરેક વ્યક્તિ પોતાના ઘરથી લઈને દરેક મહત્વની જગ્યા પર વાસ્તુ અનુસાર કામ કરે છે. સાથે જ તમારા ઘરમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી પણ ખૂબ જ જરૂરી છે, તેમાંથી એક છે દિવાલ ઘડિયાળ(wall clock). હા, ઘરમાં ઘડિયાળ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘર કે ઓફીસમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા તથા વાસ્તુના નિયમો વિસ્તારથી જાણવું ખૂબ જ જરૂરી છે. ખોટી દિશામાં ઘડિયાળ મુકવાથી ખરાબ તથા સાચી દિશામાં મુકવાથી સારા પરિણામો મળે છે.
– વાસ્તુશાસ્ત્ર (vastu shastra) અનુસાર ઘડિયાળને ક્યારેય પણ ઘરના દક્ષિણ ભાગમાં ન રાખવી જોઈએ. દક્ષિણ દિશામાં મૂકેલી ઘડિયાળ પરિવારની ઉંમર અને સૌભાગ્ય માટે અશુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. ઘડિયાળને ઉત્તર પૂર્વ દિશાની દીવાલ પર મુકવી શુભ માનવામાં આવે છે. આવું એટલા માટે કેમકે પૂર્વ તથા ઉત્તર દિશામાં સકારાત્મક ઉર્જાનો (positive vibes) ભરપૂર સંચાર થાય છે. આ દિશાઓમાં ઘડિયાળ મુકવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ જીવનમાં ઉનાતી તથા સફળતા પણ મળે છે. પૂર્વ દિશામાં ઘડિયાળ મુકવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. આ સાથે જ ઘરમાં રહેવાવાળા સદસ્યોના મનમાં સકારાત્મક વિચારો આવે છે.
– ઘણી જૂની, વારંવાર બંધ પડી જતી અને ધુમ્મસવાળા કાચવાળી ઘડિયાળો પણ શુભ માનવામાં આવતી નથી. તે પરિવારની સફળતામાં અવરોધ ઉભો કરે છે. તેનાથી મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.રોકાઈ રોકાઈ ને ચાલવા વાળી ઘડિયાળો ઓફિસમાં નકારાત્મક ઉર્જા(negative vibes) અને સુસ્તી લાવે છે.
– ઘરના દરવાજા પર પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ. જો ઘરના કોઈ દરવાજા (door)પર ઘડિયાળ લાગેલ હોય તો તરત જ ઉતારી દો, આવું એટલા માટે કેમકે ઘડિયાળની નીચેથી જે કોઈપણ પસાર થાય છે તેના પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સૌથી અધિક પડે છે.
– ઘર કે ઓફિસમાં(office) લાલ, કાળા અથવા વાદળી રંગની ઘડિયાળ ન લગાવી જોઈએ, તેની જગ્યા એ પીળા,લીલા અથવા હલકા ભૂરા રંગની ઘડિયાળ ને શુભ માનવામાં આવે છે.
– ઘડિયાળનો સમય બરાબર અથવા બે-ત્રણ મિનિટ આગળ રાખવો જોઈએ. નિર્ધારિત સમયને(clock time) પાછળ રાખવાથી જીવનમાં અવરોધો આવે છે. આવી વ્યક્તિ મહેનત અને ખુશીઓનું ફળ મેળવવામાં પાછળ રહી જાય છે. તે જ સમયે, તે રોજિંદા કાર્યોમાં પણ સમસ્યા ઊભી કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- જો તમે પણ બીજા ની આ વસ્તુ વાપરતા હોવ તો આજથી જ કરો તેને બંધ-નહીં તો કરવો પડશે કપરા સમયનો સામનો