News Continuous Bureau | Mumbai
Vastu Shastra : ઘણીવાર એવું બનતું હોય છે કે તમે વ્યવસાયમાં નફા માટે સખત મહેનત કરો છો, પરંતુ કેટલીકવાર સફળતા મળતી નથી. વાસ્તુશાસ્ત્રમાં (vastu shastra)કેટલાક એવા ઉપાય છે, જેને અપનાવીને તમે બિઝનેસમાં પ્રગતિ કરી શકો છો અને સાથે-સાથે તમારા પરિવારમાં પણ ખુશી અને શાંતિથી જીવી શકો છો. વાસ્તુ જણાવે છે કે દોડતા ઘોડા(running horse) એ ઊર્જા, શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તેઓ જીવન માર્ગમાં પ્રગતિ અને કારકિર્દીમાં સફળતાના સૂચક છે અને ખાસ કરીને સફેદ ઘોડાને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે. ઘર અને ઓફિસની નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે સાત સફેદ ઘોડાની એક સાથે દોડતી તસવીર લગાવવી ફાયદાકારક છે.
પ્રગતિ કરવા અને હંમેશા ઉર્જાવાન રહેવા માટે ઓફિસની દક્ષિણ દિશામાં દોડતા ઘોડાઓની તસવીર લગાવો.ઓફિસમાં(office) કામ કરતા કર્મચારીઓ કે માલિકો જ્યારે તેમની નજર વારંવાર તેમના પર પડે છે તો તેમની કાર્યશૈલી પર સકારાત્મક અસર (positive vibes)પડે છે. તે તમારા કામમાં ઝડપ પૂરી પાડીને સફળતા મેળવવામાં પણ મદદરૂપ થાય છે.યાદ રાખો કે ઘોડા નું મુખ ઓફિસની અંદર હોવું જોઈએ. જ્યાં પણ તમે દોડતા ઘોડાની પ્રતિમા અથવા ચિત્ર લગાવો છો, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘોડાને લગામ માં બાંધેલા ના હોય. વેપારમાં નફા માટે, દુકાનમાં ચિત્ર સિવાય, તમે તાંબા, પિત્તળ અથવા ચાંદીથી બનેલા દોડતા ઘોડાની પ્રતિમા રાખી શકો છો.
ઘરમાં પૈસા આવતા રહે તે માટે ઘરની લોબીની દક્ષિણી દિવાલ પર ઘરની અંદર આવતા ઘોડાઓની તસવીર(running horse painting) લગાવો. ઘરમાં ઘોડાની તસવીર લગાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે, ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.તેની સાથે જ જીવનમાં યશ અને કીર્તિ મળે છે. ચિત્ર ખરીદતી વખતે ધ્યાન રાખો કે ઘોડાઓનો ચહેરો ખુશ મુદ્રામાં હોવો જોઈએ, તેઓ ગુસ્સે ન હોવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : જો તમારામાં આત્મવિશ્વાસ ની કમી હોય તો વાસ્તુના આ ઉપાયોથી કરો તેને દૂર- તમને દરેક કામમાં મળશે સફળતા
– ઘરના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા અને પ્રેમ જળવાઈ રહે તે માટે ઘરના ડ્રોઈંગ રૂમમાં (drawing room)એક સાથે દોડતા ઘોડાઓની તસવીર લગાવવી શુભ રહેશે. જો પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ હોય અથવા બંનેમાં પ્રેમ ઓછો હોય તો બેડરૂમમાં ધાતુના બનેલા ઘોડાની જોડી રાખવાથી ફાયદો થશે. તેનાથી પ્રેમ, સહકાર અને સંવાદિતાની લાગણી વધે છે.
– જો તમે દેવાનીસમસ્યાથી પરેશાન છો તો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઘોડાની જોડીની પ્રતિમા પણ લગાવી શકો છો, તેનાથી તમને ફાયદો થઈ શકે છે.ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય તૂટેલી અને અસ્પષ્ટ તસવીર ન રાખો. ઘોડાઓ (horse)જુદી જુદી દિશામાં જતા હોય એવી રીતે ન રાખો.
Vastu Shastra ,
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)