News Continuous Bureau | Mumbai
દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માંગે છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના જીવન માં ક્યારેય પૈસાની કમી ના હોય. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે મહેનત કર્યા પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓની (financial crisis)સાથે માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર મહેનતની સાથે ભાગ્ય(luck) પણ જરૂરી છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ સવારે ઉઠતા પહેલા આ કામ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસાવે છે. તો ચાલો જાણીએ કે સવારે ઉઠતા પહેલા કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ.
1. તમારા હાથ ને જુઓ : જો તમે ઈચ્છો છો કે તમારો દિવસ ખુશહાલ રહે તો સૌથી પહેલા તમે સવારે ઉઠો અને તમારા ઇષ્ટદેવ ને યાદ કરો. તે પછી તમારી હથેળીઓ તરફ જુઓ અને પછી તમારા હાથને જોતા આ મંત્રનો જાપ કરો. મંત્ર છે – 'કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે પ્રથમો બ્રહ્મ પ્રભાતે કરદર્શનમ' તેના બન્ને હથેળીયો ને ઘસો અને પછી ચહેરા પર હથેળીઓ (palm)ફેરવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બ્રહ્માજી, મા લક્ષ્મી અને મા સરસ્વતી ની કૃપા પ્રાપ્ત થાય છે.
2. ધરતી ને સ્પર્શ કરો : તમારી હથેળીઓ જોયા પછી, જમીન પર પગ મૂકતા પહેલા સૌ પ્રથમ ધરતી ને નમન કરવું જોઈએ.
3. સૂર્યદેવને જળ ચઢાવો : સૂર્યોદય પહેલા ઉઠ્યા પછી, બધા કામમાંથી નિવૃત્ત થયા પછી, સ્નાન કરો(bath). તે પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને, તાંબાના વાસણમાં ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. આ પાણીમાં લાલ ફૂલ અને રોલી ઉમેરો. આ દરમિયાન 'ઓમ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો.
4. તુલસી ને જળ ચઢાવો : સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તુલસીને(tulsi) પણ જળ અર્પિત કરો. આ દરમિયાન 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. તુલસીને જળ અર્પણ કર્યા પછી તેની નીચે દીવો પ્રગટાવો. એવું કહેવામાં આવે છે કે દરરોજ સવારે આ કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
5. મીઠા ના પાણીના પોતા કરો : વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર સૂર્યોદય પહેલા પાણીમાં મીઠું ભેળવીને ઘર સાફ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા (negative vibes)દૂર થાય છે. આ સાથે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
આ સમાચાર પણ વાંચો : નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ ઇચ્છતા હોવ તો ભૂલ માં પણ કાર્યસ્થળ પર આ ભૂલો ન કરો-આવી શકે છે પ્રગતિ માં અવરોધ