News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જન્મજાત હસ્તરેખાઓ બદલી શકાતી નથી પરંતુ જાપાનમાં(Japan) હાથની રેખાઓ બદલીને ભાગ્યશાળી(lucky) બનવાની એક ફેશન બની ગઈ છે. તેના માટે હસ્તરેખાની સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી (surgery)દ્વારા નવી રેખાઓ બનાવવાનો ખર્ચ ૧ હજાર ડોલર કરતા પણ વધારે થાય છે. આપણા હાથ માની રેખાઓમાં લગ્ન,આર્થિક સ્થિતિ તથા યથકિર્તીની વગેરેની રેખાઓ હોય છે. આવી સ્થિતિ માં લગ્ન કરવા ઇચ્છુક યુવાનો પોતાને સારો જીવનસાથી (life partner)મળે તે માટે લગ્ન ની રેખા ને સેટ કરાવવા માટે આ સર્જરી કરાવતા હોય છે. અથવા તો જો કોઇ આખો વખત બિમાર જ રહેતું હોય અને તેના જીવન માં કઈ પણ સારું ના થતું હોય તેવા લોકો આ હસ્તરેખા સર્જરી નો આશરો લેતા હોય છે. યુવતીઓ પોતાના અંગતજીવન ને લઇ ને આ સર્જરી કરાવે છે જયારે યુવકો પોતાની ધનની રેખા બદલવામાં વધારે રુચિ ધરાવે છે.
જાપાન (Japan)ઉપરાંત હવે દક્ષિણ કોરિયામાં(south korea) પણ આ ફેશન જોવા મળે છે.હથેળીના જોશ જોનારાઓ જયારે એમ કહે કે તમારી ધન ની રેખા બરાબર નથી અથવા તો તમારી લવલાઈફ(love life) ની રેખા બરાબર નથી તેવા કોઇ શુભ સંકેત ના આપે ત્યારે યુવક યુવતીઓ રેખાઓ પોતાની ખામી વાળી રેખા બદલાવવા તૈયાર થઇ જાય છે. કેટલાક લોકો તો પેનથી પોતાને જેવી જોઈએ તેવી રેખા પોતાની હથેળીમાં દોરીને આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે હસ્તરેખા સર્જરી પછી ઘણા લોકો ને પોતાની મનોકામના(wish) પૂર્ણ થઇ હોવાનું પણ જોવા મળ્યું છે.જે લોકો હસ્તરેખામાં વિશ્વાસ થી રાખતા તેવા લોકો કુદરતી રેખાઓને બદલવાથી ફાયદો થતો હોય તેવી વાત માનતા નથી.
આ સમાચાર પણ વાંચો : ફટકડી સંબંધિત આ ઉપાયો કરવાથી આવી સમસ્યાઓ તરત થશે દૂર- થાય છે ધનલાભ
આ સર્જરી ઇલેક્ટ્રિકલ સ્કેલપેલની મદદથી કરવામાં આવે છે.જેમાં ભાગ્ય ની રેખા બદલી નાખ્યા બાદ પણ તે કુદરતી(natural) એટલે કે સાચી લાગે તે માટે ચામડીને કાપીને થોડી બાળવામાં પણ આવે છે. આ સમગ્ર પ્રોસેસમાં અડધો કલાક જેટલો સમય લાગે છે. પાર્લરમાં હસ્તરેખાની સર્જરી માટે લેઝરનો (laser)ઉપયોગ કરવામાં આવતો નથી. લેઝરથી બનાવેલી રેખા લાંબા સમયે સ્પષ્ટ દેખાતી નથી. જયારે કે પરંપરાગત રીતે હથેળીમાં સર્જરી કરવાથી રિઝલ્ટ સારું મળે છે.