ધર્મ-જ્યોતિષ

જૈન મુનિએ માત્ર માત્ર અઢી વર્ષમાં પૂરો કર્યો ગિરનારની ૧૦૦૮ યાત્રાનો સંકલ્પ.

Feb, 9 2021


ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

09 ફ્રેબ્રુઆરી 2021 

ગુજરાતના જૂનાગઢના ગિરનાર તળેટીમાં રહેતા જૈન મુનિએ મુનીદીક્ષા ગ્રહણ કર્યા બાદ ગુરૂ આજ્ઞાાથી  1008 ગિરનાર યાત્રાનો સંકલ્પ કર્યો હતો અને લોકકલ્યાણ માટે તેઓએ રોજ 21 હજાર પગથિયા ચડી ઉતરી ગિરનારની 1008 યાત્રાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. 

મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લાના દતવાડા ખાતે જન્મેલા જૈન મુનિ નિર્મલ સાગર મહારાજના શિષ્ય છે. 

તેઓએ વર્ષ 2016માં નિર્મલ સાગર મહારાજ પાસેથી મુનીદીક્ષા ગ્રહણ કરી હતી. બાદમાં તેઓએ ગુરૂ આજ્ઞાાથી લોકકલ્યાણ માટે ગિરનાર ક્ષેત્રની 1008 યાત્રાનો સંકલ્પ કર્યો હતો. આ 1008 ગિરનાર યાત્રાનો સંકલ્પ તેઓએ અઢી વર્ષ એટલે  5 ફેબુ્રઆરી 2021ના રોજ પૂર્ણ કર્યો છે. શરૂ કર્યાના ચાર વર્ષમાં અઢી વર્ષ દરમ્યાન તેઓએ રોજ ગિરનારની યાત્રા કરી છે. આ 1008 ગિરનાર યાત્રાનો સંકલ્પ પૂર્ણ થતા હવે તેઓ દેશભરમાં આવેલા જૈન તીર્થ સ્થળોની પદયાત્રાનો પ્રારંભ કરશે અને રોજ 40 કિ.મી.નું અંતર પદયાત્રા કરશે.  

જૈન મુનિએ 1લી જાન્યુઆરી 2017ના સવારે 4.30 વાગ્યે ગિરનાર વંદનાની પ્રથમ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ગિરનાર ક્ષેત્રમાં આવેલી પાંચેય ટેકરી સ્થિત જિનેન્દ્ર ભગવાનના દર્શન કરી તેઓ પાંચ કલાકમાં પરત સમવશરણ મંદિરમાં પહોંચી જતા હતા. 69 વર્ષીય વય હોવા છતાં તેઓ રોજ ગિરનારના 21 હજાર પગથિયા ચડી-ઉતરી જાય છે. 

Leave Comments