ધર્મ-જ્યોતિષ

કમાલ છે!!! કર્ણાટકમાં ૬.૫ લાખ રૂપિયામાં વેચાયું એક નારિયળ. પણ કેમ? જાણો અહીં.

Sep, 13 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર

ભારત દેશમાં ધર્મ અને આસ્થાને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. એના માટે શારીરિક કષ્ટ વેઠવું પડે કે અઢળક રૂપિયા ખર્ચવા પડે, લોકો કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના મંદિરમાં બન્યો છે. એમાં એક ફળવિક્રેતા ભક્તે સાડાછ લાખ રૂપિયાની બોલી લગાવીને નારિયેળ ખરીદી લીધું છે.

આ કિસ્સો કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડી નામના નાનકડા ચિક્કાલકી ગામનો છે. એક અહેવાલ મુજબ આ મંદિરમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નારિયેળની લિલામી કરવામાં આવે છે અને આ લિલામીમાં ભક્તો ભાગ લે છે. આ વર્ષે લિલામીમાં અનેક ભક્તોએ બોલી લગાવી પણ ફળવિક્રેતા મહાવીર હરકેની બોલી નજીક કોઈ પહોંચી ન શક્યું.

લ્યો હજી બનાવો tiktok અને ઇન્સ્ટાગ્રામ ના વિડીયો: આ બહેનને સરકારી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા.

આ મંદિરના દેવ, ભગવાન મલિંગરાયને શિવના નંદીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની પાસે રાખેલું નારિયળ દિવ્ય માનવામાં આવે છે અને જેને મળે તેનું ભાગ્ય બદલાઈ જાય છે એવી માન્યતા હોવાથી મંદિરનું વહીવટી તંત્ર ઘણા સમયથી આ નારિયેળની હરાજી કરી રહ્યું હતું, પણ બોલી ક્યારેય દસ હજાર રૂપિયાની કિંમત સુધી પહોંચી જ ન હતી. આ વર્ષે એક હજાર રૂપિયાથી શરૂ થયેલી બોલી ત્રણ લાખ સુધી પહોંચી. ત્યારે લોકોને લાગ્યું કે લિલામી અહીં જ સમાપ્ત થઈ જશે, પણ મહાવીરે કિંમત બે ગણી કરીને નારિયેળની બોલી સાડાછ લાખ રૂપિયાની લગાવી અને બધાને આશ્ચર્ય પમાડ્યું.

આટલી મોટી રકમ મળ્યા બાદ મંદિરના પ્રશાસને કહ્યું હતું કે એનો ઉપયોગ મંદિરના વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યમાં કરીશું.

પાકિસ્તાનમાં હાહાકાર : કટોરા ખાનને ઓક્સિજનના ફાંફાં. કોરોના એ વરવું સ્વરૂપ લીધું.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )